લંડનની લાખો રૂપિયાની નોકરી છોડીને ગામડામાં આવી રહેવા લાગ્યું આ દંપતી, ગામડામાં કરે છે આ કામ,જાણી ને તમે પણ કહેશો વાહ…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજના ટેક્નોલોજીના યુગમાં દરેક લોકો વધારે અભ્યાસ માટે અને કમાવવા માટે હવે મોટા શહેરમાં કે વિદેશમાં જતા હોય છે. ગામડામાં રહેવું આજકાલ કોઈને પણ લોકોને પસંદ હોતું નથી અને વિદેશ નો ક્રેઝ વધતો જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા દંપતીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને વિદેશમાં પોતાની લાખો રૂપિયાની જોબ ને લાત મારીને ગામડે આવીને રહેવા લાગી ગયા છે. પોતાની લાખો રૂપિયાની નોકરી ને છોડીને ગુજરાતના ગામડા માં આવીને આ દંપતી વસવાટ કરી રહ્યું છે.

આજે અમે વાત કરી રહ્યા છીએ પોરબંદરના બેરણ ગામ નો મહેલ દંપતી રામદે ખુટી અને ભારતી બેનની. રામદેભાઈ 12 ધોરણ ફેઈલ ઇંગ્લેન્ડમાં જઈને ઇન્ટરનેશનલ ટૂર મેનેજમેન્ટ માં જોડાયા હતા. જયારે ભારતીબેને 12 સાયન્સ પોરબંદરમાં કરીને રાજકોટ ખાતે એરપોર્ટ મેનેજમેન્ટનો બે વર્ષનો કોર્સ કર્યો હતો. પોતાનો અભ્યાસ પૂરો કરીને પતિની સાથે લંડન જતા રહ્યા.

રામદે ખૂટે જણાવ્યું કે પોતાના પિતાની ઉંમર થઈ લાખો રૂપિયાની નોકરી છોડી અને પોતાના વતન આવી ગયા હતા કારણકે રામદે ભાઈ પોતાના પિતાનું એકનું એક સંતાન હતા. રામદેભાઈ ખેતીના વ્યવસાય થી જાણીતા હતા પરંતુ તેની પત્ની ભારતીબેન આ બધી બાબતોથી સાવ જ અજાણ હતા. ભરતીબેને થોડાક જ સમયમાં ખેતીવાડી અને પશુપાલન શીખી લીધું અને પોતાના પતિને ખેતીકામમાં મદદ કરવા લાગ્યા.

નવરાશના ટાઈમમાં ભારતીબેન એક યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. અને સમય પસાર કરવા માટે ઘોડેસવારી કરતા હતા તેને ઘોડે સવારીનો ખુબ જ શોખ છે. લાઈવ વિલેજ વિથ ઓમ એન્ડ ફેમીલી નામની યુટ્યુબ ચેનલ શરુ કરી.તે પોતાની ચેનલમાં ગામડાની રૂટીન લાઈફ વિશે વિડિયો અપલોડ કરતા અને તે તેના વિડીયો થી તે ખૂબ જ વાયરલ થઇ ગયા હતા.

ભારતીબેન પોતાના મહેર સમાજ ની સંસ્કૃતિ, પહેરવેશ, રીત-રીવાજો અને ગામડા ની રૂઢિ, પરંપરાના વિડિયો બનાવી ને પોતાની ચેનલ પર અપલોડ કરી રહ્યા છે અને ધીરે ધીરે ધીરે તે ખૂબ જ જાણીતા થયા છે. તેનું કહેવું છે કે અમારો એક એક જ લક્ષ્ય છે કે એ ગામડાનું જીવન કેવું હોય તે દુનિયા સુધી પહોંચાડવું, ગામડામાં કોઈપણ ફેસીલીટી હોતી નથી પણ દરેક લોકો ખૂબ જ ઉત્સાહ અને આનંદથી રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here