લાલ પાંવભાજી નહીં ઘરે બનાવો ગ્રીન પાંવભાજી, સ્વાદ દાઢે વળગી જશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

લાલ પાંવભાજી નહીં ઘરે બનાવો ગ્રીન પાંવભાજી, સ્વાદ દાઢે વળગી જશે

લાલ નહીં લીલી પાંવભાજી

સામાન્ય રીતે આપણે લાલ પાવભાજી જ ખાધી હોય છે, પણ આજે અહીં ગ્રીન પાંવભાજી અંગે જાણીશું. શિયાળામાં ગ્રીન પાવભાજી ચોક્કસ તમારી પહેલી પસંદ બની રહેશે. જેમને લાલ પાવભાજી ભાવતી હશે, તેમને આ ગ્રીન પાવભાજી પણ ચોક્કસથી ભાવશે.

શિયાળામાં બધાં જ શાકભાજી સાથે લીલું લસણ, ડુંગળી, પાલક વગેરે પણ મળે છે જેના દ્વારા નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

સામગ્રી:

 • 3 બટાકા
 • 200 ગ્રામ ફ્લાવર
 • 1/5 લીલા વટાણા
 • 1 ડુંગળી
 • 3 લીલી ડુંગળી
 • 3 લીલાં ટામેટાં
 • ગ્રીન પેસ્ટ (1/5 કપ કોથમીર, 1/5 કપ લીલું લસણ, 1 ઈંચ આદુનો ટુકડો. 4-5 લીલાં મરચાં)
 • 1/5 ઝૂડી પાલક
 • 1 ટેબલસ્પૂન પાવભાજી મસાલો
 • સ્વાદ અનુસાર મીઠું
 • 5-6 ટેબલસ્પૂન તેલ
 • 1/4 ચમચી હિંગ
 • ફિંગર પાવ કે લાદી પાવ
 • સલાડ માટે ડુંગળી, કોથમીર અને કોબી (ઝીણી સમારી ઉપર મીઠું છાંટવું)
 • 1/5 લીંબુ
 • બટર જરૂર મુજબ

બનાવવાની રીત

સૌપ્રથમ એક કૂકરમાં બટાકાને છોલીને સમારીને લો. ત્યારબાદ અંદર એક ડુંગળી સમારીને નાખો. ત્યારબાદ અંદર ફ્લાવરને સાફ કરીને નાખો અને સાથે વટાણા પણ નાખો.

ત્યારબાદ અંદર બે કપ પાણી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી ઢાંકણ બંધ કરી દો. ત્યારબાદ મિડિયમ આંચ પર ચાર સીટી વાગે ત્યાં સુધી બાફી લો. ત્યારબાદ પાણી એક બાઉલમાં અલગ લઈ લો. ત્યારબાદ બધાં વેજિટેબલ્સને મેશ કરી લો.

બનાવવાની રીત:

ત્યારબાદ મિક્સર જારમાં ગ્રીન પેસ્ટની સામગ્રી લઈ ક્રશ કરી લો. ત્યારબાદ અડધી ઝૂડી પાલકને સાફ કરી ધોઇને બે મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પાલકને ઠંડા પાળીમાં બોળી ઠંડી કરી મિક્સર ઝારમાં પેસ્ટ બનાવી લો.

બનાવવાની રીત:

ત્યારબાદ એક જાડા તળિયાવાળી કઢાઇ ગરમ કરવા મૂકો. કઢાઇમાં તેલ એડ કરી ગરમ કરો તેલ ગરમ થઈ જાય એટલે અંદર લીલી ડુંગળીને ઝીણી સમારીને નાખવી.

મિડિયમ આંચ પર એક મિનિટ સાંતળી અંદર ત્રણ કાચાં લીલાં ટામેટાંને ઝીણાં સમારીને નાખો. ત્યારબાદ અંદર ટામેટા પૂરતું મીઠું નાખી ચઢવો. ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાં. ટામેટાં સોફ્ટ થઈ જાય એટલે અંદર ગ્રીન પેસ્ટ એડ કરો.

બધું જ બરાબર મિક્સ કરી 3-4 મિનિટ સાંતળો. આદુ બહું જલદી તળિયે ચોંટી જાય એટલે સતત હલાવતા રહેવું. તેલ છૂટું પડી જાય એટલે અંદર દોઢ ટેબલસ્પૂન જેટલો પાવભાજી મસાલો એડ કરવો અને ધીમી આંચ પર સાંતળવું ત્યારબાદ અંદર પાલકની પેસ્ટ એડ કરી મિક્સ કરી દો.

ત્યારબાદ અંદર બાફેલાં શાક એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ બાફેલા શાકનું જે પાણી હતું તે જરૂર મુજબ એડ કરવું અને મિક્સ કરવું. સ્વાદ અનુસાર મીઠું એડ કરવું અને મિક્સ કરવું.

ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવવું. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. 6-7 મિનિટમાં તેલ છૂટું પડી તૈયાર થઈ જશે પાવભાજી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here