લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ઠંડીની સીઝનમાં દરેક લોકોને તાપણામાં ભૂંજેલા લીલા ચણા ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. લીલા ચણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે, લીલા ચણા નો ઉપયોગ અલગ અલગ જાતના શાક અને ચટણી બનાવવામાં થાય છે. આપણે લીલા ચણાને શેકીને કે બાફીને ખાતા હોઈએ છીએ. પરંતુ તમે તેના ફાયદા વિશે નહી જાણતા હોય. તમે લીલા ચણા ના ફાયદા જાણશો તો તમે આજથી જ ચણા ખાવાનું શરૂ કરી દેશો.
બ્લડ શુગર કાબૂમાં રહે છે લીલા ચણામાં ફાઇબરનું પ્રમાણ હોવાથી ડાયાબિટીસને કાબૂમાં રાખવામાં ઉપયોગી છે. આ ઉપરાંત પાચન ક્રિયા પણ સારી રાખે છે, જે લોકો વધતા વજનથી પરેશાન હોય તો તે લોકોએ લીલા ચણાનું સેવન કરવું જોઈએ. કારણ કે, લીલા ચણાનું સેવન કરવાથી જ ભૂખમાં ઘટાડો થાય છે જેના કારણે વજન ઉતરે છે.
લીલા ચણાનું સેવન કરવાથી આંખની રોશની વધે છે જે લોકોને આંખમાં ચશ્માની સમસ્યા હોય તે લોકો માટે આ લીલા ચણા ખૂબ જ ગુણકારી ગણવામાં આવે છે. લીલા ચણામાં કેરોટીન નામનું તત્વ આવતું હોય છે જે આંખની કોશિકાઓને નુકસાન થતા અટકાવે છે.
લીલા ચણા માં પ્રોટીન પ્રચૂર માત્રામાં હોય છે, એટલે ગર્ભવતી મહિલાઓ માટે લીલા ચણા ખૂબ જ ગુણકારી ગણવામાં આવે છે. પેટમાં રહેલા બાળક માટે લીલા ચણા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
લીલા ચણામાં વિટામિન સી અને એ હોય છે એટલે હાડકાં મજબૂત રાખવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકોને હાડકાંની તકલીફ હોય તે લોકોએ નિયમિત લીલા ચણાનું સેવન કરવું જોઈએ. રોજ અડધી વાટકી લીલા ચણાનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે, અને હાર્ટ ડીઝીઝ નો ભય ઓછો થઈ જાય છે. અને ભરપૂર પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે શરીરમાં અનેક બીમારીઓ અને અટકાવે છે.