ખસ, ખરજવું, ધાધારની દવા લઇ ને થાકી ગયા હોય તો ઘરે જ બનાવો આ સાબુ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણી વખત હાથની આંગળીની વચ્ચે ખંજવાળ આવતી હોય છે અને ઘણીવાર તો ચામડી પર લાલ ચકામા થઈ જતાં હોય છે. અને ખૂબ જ ખંજવાળ આવતી હોય છે. તેને દૂર કરવા માટે અનેક પ્રકારની દવા લેવા છતાં પણ ખુજલી મટવાનું નામ જ લેતી નથી અને આ ખંજવાળથી શરીરને બીજા પણ અનેક રોગો થવાની સમસ્યા ઉદ્ભવી છે.

એક જગ્યાએ ખંજવાળીને જો તરત જ બીજી જગ્યાએ ખંજવાળીએ તો ત્યાં પણ ખરજવું થવાની શકયતા વધી જાય છે.
અને અનેક દવાઓ લેવા છતાં પણ ખરજવું મત્તું નથી. આજે અમે તમને એક એવો સાબુ વિશે વાત કરવાના છીએ કે જેને તમે ઘરે જ બનાવી શકો છો. અને તે સાબુના ઉપયોગથી દાદર,ખસમાં તરત જ રાહત મેળવી શકો છો.

આપણે દવાખાને જઈએ તો ડોક્ટર અલગ-અલગ પ્રકારના ખરજવાના સાબુ આપે છે અને તેમાં કેમિકલ નો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોય છે જે ત્વચાને સારું કરવાને બદલે નુકસાન પણ પહોંચાડી શકે છે તે માટે લીમડાનો સાબુ ઘરે જ બનાવો જોઇએ.

સાબુ બનાવવા માટે લીમડાના પાન, બે ચમચી પાણી, ગ્લીસરીન સાબુ, વિટામિન ઈ કેપ્સુલની જરૂર પડશે. લીમડાના સાબુ બનાવવા માટે સૌપ્રથમ લીમડાના પાનને સારી રીતે ચોખ્ખા પાણીમાં ધોઈ તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. ત્યારબાદ તે ક્રશ કરવામાં માટે બે ચમચી પાણી નો ઉપયોગ કરો.

હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો ત્યારબાદ તપેલીમાં બીજી નાની તપેલી મુકી તે નાની તપેલીમાં ગ્લિસરીનના  નાના નાના ટુકડા કરો જ્યારે સાબુ ઓગળી જાય નહિ ત્યાં સુધી તેને હલાવતા રહો. વ્યવસ્થિત રીતે ઓગળી જાય એટલે લીમડાની પેસ્ટ હતી તેમાં ઉમેરી દો અને ત્યારબાદ તેને વ્યવસ્થિત રીતે હલાવો જેનાથી બધી જ વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય. ત્યારબાદ તેમાં વિટામિન ઈ કેપ્સુલ ઉમેરો.

અને બરાબર મિક્સ થઈ જાય એટલે તમારે આકારનો સાબુ બનાવવો હોય તે આકાર નું કોઈપણ વાસણ લઈને તેમને ઠંડુ થવા રાખી દો. તૈયાર છે તમારો લીમડાના સાબુ.

લીમડાના સાબુથી નાહવાથી તેલ વાળી ચામડી હોય તો તેમાં રાહત થાય છે. આ ઉપરાંત ખીલની સમસ્યા હોય તો તેમાં પણ આ લીમડાના સાબુ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here