લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
એવું બતાવવામાં આવે છે કે ધનની દેવી માતા લક્ષ્મીજી કૃપાથી જ વ્યક્તિની બધીજ સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે,જેમ કે તમે જાણો છો લક્ષ્મીજી ને ધનની દેવી કહેવામાં આવે છે અને તેમની કૃપા કોઈની પર હોય તો તે વ્યક્તિના જીવનમાં ધનથી જોડાયેલી મુશ્કેલીઓ ઉત્પન્ન થતી નથી.
તે છતાંય માતા લક્ષ્મી ના આશીર્વાદ થી વ્યક્તિની ઘણી બધી સમસ્યાઓ નું સમાધાન થાય છે.આમ તો જોવા જઈએ તો દેશ ભરમાં માતા લક્ષ્મીજીના ઘણા બધા મંદિરો પ્રસિદ્ધ છેઅને આ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ હોય છે,પરંતુ આજે અમે તમને માતા લક્ષ્મી જી ના એક એવા પ્રસિદ્ધ વિશે જાણકારી આપવાના છેજે પૂરા દેશમાં તેની વિશેષતા માટે પ્રસિદ્ધ છે.
આ મંદિરના અંદર માતા લક્ષ્મીજી ની મૂર્તિ પોતાનો રંગ બદલે છે.અમે તમને માતા લક્ષ્મીજીના જે મંદિર વિશે જાણકારી આપી રહ્યા છે.આ મંદિર મધ્ય પ્રદેશના જબલપુરમાં સ્થિત છે આ મંદિરને પચમઠા મંદિરથી લોકો જાણે છે.આ મંદિર પોતાના જાતે ખુબજ અદભૂત છે.આમ તો આ મંદિરમાં કેટલાક દેવી દેવતાઓની પ્રતિમાં છે અને આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંયા માટે લક્ષ્મીજી ની એક ખુબજ પ્રાચીન પ્રતિમાં સ્થાપિત છે.જેના વિશે ઘણી બધી કહાનીઓ પ્રચલિત છે.એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીજીની મૂર્તિ દિવસમાં ત્રણ વાર રંગ બદલે છે.
માતા લક્ષ્મીજીના આ મંદિરમાં જે પણ શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે,તેમનું એવું કહેવું છે કે સવારના સમયે માતા લક્ષ્મીજીની પ્રતિમાં સફેદ થાય છે.બપોરના સમયે આ પ્રતિમા નો રંગ પીળો થય જાય છે અને સાંજના સમયે માતા લક્ષ્મીજીની પ્રતિમાનો રંગ ભૂરો થય જાય છે.આ મંદિરના નિર્માણની બાબતમાં એવું કહેવામાં આવે છેકે આ મંદિરને ગોંડવાના શાસન માં રાણી દુર્ગા વતીના વિશેષ સેવપતી રહ્યા દિવાન આધાર સિંહના નામથી બન્યું આધર તાંલ તળાવમાં કરવામાં આવ્યું હતું.આ મંદિરમાં અમાસની રાતે ભક્તોની ભારે ભીડ લાગે છે.માતા લક્ષ્મીજીનું આ મંદિર પોતાના જાતેજ ખુબજ અનોખું છેઅને આ મંદિર દુનિયા ભરમાં ચમત્કાર માટે પ્રસિદ્ધ છે.
આ મંદિર તાંત્રિકના સાધનાના વિશે કેદ્ર હતું.એવું કહેવામાં આવે છે કે આ મંદિરની ચારેય બાજુ શ્રી યંત્ર ની વિશેષ રચના છે.આ મંદિર 1100 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું.અને તેની અંદરની ભાગમાં શ્રી યંત્ર ની રચના કરી હતી.અને સૌથી મોટી વિશેષતા આ મંદિરની એ છે કે સૂર્યની પહેલી કિરણ માતા લક્ષ્મીજીની પ્રતિમાના ચરણોમાં જ પડે છે.
માતા લક્ષ્મીજીના આ મંદિરમાં આમ તો રોજ ભક્તોનું આવવા જવાનું ચાલુ રહે છે પરંતુ આ શુક્રવારના દિવસે આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોય છે જેમ કે તમે જાણો છો શુક્રવારની દિવસ માતા લક્ષ્મીજીનો માનવામાં આવે છે.તેના કારણે ભક્ત આ મંદિરમાં શુક્રવારના દિવસે ભારે સંખ્યામાં માતાના દર્શન કરવા માટે ઉપસ્થિત રહે છે.એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ 7 શુક્રવાર અહી આવી માતા લક્ષ્મીજીના દર્શન કરે છે તો તેની બધી ઈચ્છા માતા રાણી પૂરી કરે છે.