લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કહેવાય છે ને કે ખેડૂત જગતનો તાત કહેવામાં આવે છે. ખાલી આ કહેવત જ નથી, ખેડૂત લોકોના પેટ ભરવાની સાથે સાથે લોકોના જીવ પણ બચાવી રહ્યા છે. ગોંડલ તાલુકાના વાછરા ગામે એ કિસ્સો બન્યો છે. બાજ પક્ષી એ ઝેરી મધમાખીના મધપૂડા ને છંછેડતા ચારેબાજુ મધમાખીઓ વેરાઈ ગઈ અને શ્રમિક પરિવારના ચાર બાળકો પર હુમલો કરી દીધો.
જ્યારે આ બાબત એક વૃદ્ધ ખેડૂત ને ધ્યાનમાં આવી તો તેણે પોતાના જીવની પરવા કર્યા વગર જ ચારેય બાળકોનો જીવ બચાવ્યો અને પોતે પોતાનો જીવ ગુમાવી દીધો. આ ખેડૂત દાદાનું નામ દામજીભાઈ બેચરભાઈ સોરઠીયા છે અને તેની ઉમંર 70 વર્ષ છે. તે છાપરા ગામમાં રહેતા હતા. તે જ્યારે પોતાના ઘર પર હતા ત્યારે મધપૂડાને બાજ પક્ષી છંછેડતા મધમાખી ઊડી.
તેણે જોયું કે બાળકો પાસે મધમાખીઓ જઈ રહી છે. એટલે તરત જ દામજીભાઈ દોડતા દોડતા બાળકો પાસે ગયા અને બાળકોને ગોડાઉનમાં અંદર લઈ ગયા અને બહારથી દરવાજો બંધ કરી દીધો. અને મધમાખી એ આ ખેડૂત દાદાને અસંખ્ય ડંખ મારી દીધા અને તેનું મૃત્યુ થઈ ગયું. દાદાએ પોતાના જીવની પરવા કર્યા વગર ચાર બાળકોનો જીવ બચાવી લીધો.
દામજીભાઈ લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખ જોડે રહીને પણ અનેક સેવાઓ કરી હતી. તેને સંતાનમાં બે દીકરા છે તેના દીકરા નું નામ અરવિંદભાઈ અને સંજયભાઈ છે. તેમના નિધનથી પુરા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.