લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આ વર્ષે મંગળ ગુરૂ ની રાશિ ધન મા પ્રવેશ કરવાનો છે અને જ્યાં ગુરૂ અને મંગળ તેમજ કેતુ આ ત્રણેય ગ્રહો નો સંયોગ રચાશે તેવા સંયોગ બની રહ્યા છે પણ અહીંયા જણાવવામાં એ પણ આવ્યું છે કે મંગળ તેમજ કેતુ બંને રક્તપાતના કારક ગ્રહો છે અને તેથી જ આ ત્રણેય ગ્રહો ના સંયોગ થી જાતકો ને ઘણી આશા હોય તે સ્વાભાવિક છે તેવું માનવામાં આવી રહ્યું છે અને આવનારા બે મહિના ઘણા ભારે જવાના છે તેવા સંયોગ બતાવવામાં આવ્યા છે પણ ઘણી દુર્ઘટનાઓ સર્જાશે એમ પણ જનવાય છે અને દેશમા ઘણી અપ્રિય ઘટનાઓ ઘટવાની પણ આશંકા છે અને ગ્રહો ના આ યોગ થી અર્થવ્યવસ્થા મા ઉથલ પાથલ થશે તેમ જણાવાયું છે અને આ મંગળ ના આ રાશિ પરિવર્તન ની તમામ બાર રાશિઓ પર કેવી અસર થવાની છે તે જાણીએ.
મેષ રાશિ
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મંગળ મેષ રાશિ નો અધિપતિ છે અને આ ગોચર થી તેને મિશ્રિત પરિણામ જોવા મળશે. આવનારો સમય મિલજુલ વાળો રહેવાનો છે એટલે કે તમે જેટલો પ્રયાસ કરશો તેટલો જ લાભ પ્રાપ્ત કરી શકશો. શિક્ષણ ક્ષેત્રે બેદરકારી રાખશો નહિ અને તેમાં વધારે ધ્યાન આપો કોઈ યાત્રા પર જવાના યોગ બની શકે છે. તમારા કામમાં કોઈ પણ પ્રકારનો બદલાવો કરશો નહીં અને ખોરાકની સંભાળ ખાસ લેવી.
વૃષભ રાશિ
આ રાશિ પરિવર્તન ને લીધે આ જાતકો ના ખરચાઓ વધશે અને તેમની આવક કરતા જાવક મા વધારો થવાનો છે પણ સામાજિક ક્ષેત્રમાં તમને માં સન્માંન મળશે અને વાદ વિવાદ થી બચવું જરૂરી છે અને તેની સાથે તબિયત નુ ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો અને એકાએક ધનલાભ ના યોગ સર્જાય શકે છે. પ્રેમ સંબંધમાં ખુશીઓ બની રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
મિથુન રાશિ.મંગળ નું આ ધન રાશિ મા ગોચર મિથુન રાશિ માટે ઘણું લાભદાયક રહેશે. પણ આ રાશિના જાતકો પર કામ કાજનો બોજ વધારે રહેવાનો વહે પણ બીજી વાત એ છે કે તેમની આવક મા વૃદ્ધિ થશે. તમારા મનની વાત ફેલાવશો નહિ અને તમને નૌકરીમા બઢતી થાય તેવા યોગ છે અને જો ધંધો કરતા હોય તો વેપાર ધંધામા પ્રગતિ થાય તેવા પણ યોગ છે અને દામ્પત્યજીવન મા થોડી તકરાર સર્જાય શકે છે તો સાચવીને અને સાવધાન રહેવું આવશ્યક છે.
કર્ક રાશિ.
આ રાશી ના જાતકો પોતાના દેણું ચુકવી શકે તમારા અટકાયેલા કામમાં પ્રગતિ મળવાની છે અને કાર્યક્ષેત્રે સન્માન ની પ્રાપ્તિ થવાની છે તેની સાથે તમને તમારા ઘરેથી યાત્રા પર જવાના સમાચાર મળી શકે છે.ભૌતિક સુખ સુવિધાઓ વધી શકે છે અને ધાર્મિક કાર્યો મા રસ વધશે.સંપત્તિના કાર્યોમાં રોકાણ કરવાથી યોજના બની શકે છે.
સિંહ રાશિ.
આ રાશી ના જાતકો ને તેમના કાર્યક્ષેત્રે પ્રગતિ થાય તેવા યોગ બની રહ્યા છે અને સફળતા પ્રાપ્ત થાય તેવા પણ યોગ બની રહ્યા છે. તમારા વ્યવસાયના વિષય પર કોઈના પર વિશ્વાસ ન રાખવો.સંતાન થી લગતી ઘણી સમસ્યાઓ તમને સતાવશે. વાણી મા મીઠાશ જાળવી રાખવી. તમારા ઘર પરિવારમાં કંઈક સારું બનવા જઇ રહ્યું છે.તમારા અગાવ ના અટકેલા કામ પૂર્ણ થશે. આ સાથે જ ફસાયેલા નાણાં પરત મળશે અને તમારા વ્યવસાયમાં રુકાવટ રહેશે નહી.તો હવે જાણો કે બાકીની રાશીઓ ન જાતકો માટે કેવો સમય આવવાનો છે.
કન્યા રાશિ.
આ રાશી માટે મંગળ નુ ગોચર તેમના ઘર-પરિવાર મા તાલમેલ બનાવી રાખવા નુ કામ કરશે.તમારી આવક મર્યાદિત રહેશે અને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.શિક્ષણમાં સારું પરિણામ મળી શકે છે પણ મહેનત વધારે કરવી પડશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે ના સંબંધો મા સુધારો આવશે. તમને જીવન સાથીનો પૂરો સહયોગ મળશે અને વેપારક્ષેત્રે પ્રગતિ કરવાના છો તેવા સંયોગ બની રહ્યા છે.
તુલા રાશિ.
આ રાશીના જાતકો માટે આવનારા સમયમાં પૈસા સબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેમાં સફળતા મળવાની છે. તેમના માન-સન્માનમા વધારો થાય. આર્થિક મુશ્કેલીઓ ઉભી થવાની છે અને તમારા વિરોધીઓ તમને થોડી તકલીફ આપી શકે છે. યાત્રા ના યોગ પણ સર્જાય રહ્યા છે.આ સાથે જ તમારી આવક મા વૃદ્ધિ થશે.ત્યારે તમારે સકારાત્મક વલણ આપવાની જરૂર છે.
વૃશ્ચિક રાશિ.
આ રાશિના જાતકો માટે સારા સમાચાર છે કારણ કે આ લોકો તેમના ધારેલા કામો પૂર્ણ કરવાના છે અને આ રાશી માટે મંગળ નું ગોચર તેમની વાણી ઉપર અસર કરશે. પણ જરૂરિયાત પ્રમાણે પૈસા વધુ ખર્ચ થવાના છે જેનું ખાસ ધ્યાન રાખવું અને તમારા પરિવારમાં પણ પૈસાને લઈને મોટો પ્રૉબ્લેમ આવી શકે છે અને તેમને આર્થિક વૃદ્ધિ થશે. પ્રેમ મા ઉતાર-ચડાવ જોવા મળશે.પણ તમારી લવ લાઈફ રોમાંચ વાળી રહેશે.
ધન રાશિ.
આ રાશીના જાતકો માટે મંગળ નુ ગોચર તેમના આત્મવિશ્વાસ મા વધારો કરશે. જે લોકો પોતાનો બિઝનેસ ચાલુ કરવા માંગતા હોય તેમના માટે આ સમય સારો રહેશે અને આ સાથે જ પ્રોપર્ટી ક્ષેત્રે કામ કરી શકશો.તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકશો અને તમારા ઘર પરિવાર મા ચાલતો કલેશ ટાળવો એ આવશ્યક છે પણ કાર્ય સ્થળમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે.જો તમે કોઈ કામમાં પ્રયત્નો કરી રહ્યા છો તો તે પુરા થવા જઈ રહ્યા છે અને તમને તેમાં સફળતા મળવાની છે.
મકર રાશિ.
આ રાશીના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાનો છે અને એટલા માટે જ આ પરિવર્તન તેમની આવક મા વધારો કરશે.તેમને કરેલી મહેનતનું ફળ જલ્દી મળવાનું છે પણ એક વાતનું દુઃખ રહેશે કારણ કે ઘર પરિવાર ના લોકો નુ સ્વાસ્થ્ય બગડી શકે છે. જો તમે વિદ્યાર્થી છો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા એવાં ગુણ મેળવવાના છો.વિદેશ જવા ની તક પ્રાપ્ત થવાની છે અને માતા તરફ થી વિશેષ ધનલાભ થવા જઈ રહ્યા છે અને તેમાં માતા પિતાના આશીર્વાદ પણ રહેશે.
કુંભ રાશિ.
આ રાશી ના જાતકો માટે આવનારા દિવસોમાં પરિવર્તન તેમના જીવન મા ઉન્નતિ ના દ્વાર ખોલશે. ઘરમાં માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે અને તેમના વિરોધીઓ તેમના થી પરાસ્ત થશે.આવનારા સમયમાં તમારા અટકેલા કામ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને ધન પ્રાપ્તિ ની બાબતે લાભ થવાનો છે ભાઈ બહેન વચ્ચે નો પ્રેમ અત્યંત વધશે.પોતાના પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહેશે.
મીન રાશિ
આ રાશીના લોકો માટે આવનારો સમય ખૂબ જ સારો રહેવાનો છે તેમને આ દિવસો દરમિયાન બહાર યાત્રામાં જવાનું થઈ શકે છે અને આ લોકો માત્ર થતું મંગળ નું આ ગોચર તેમને રોગ માથી મુક્તિ અપાવશે.બિઝનેસમાં સારું તરક્કી થવાની છે અને ધંધો કરતા હોય તો તેમાં અત્યંત ધન મળવાના સંયોગ છે જે પણ કાર્ય તેઓ હાથ ધરશે તેમા તેમને જરૂર થી સફળતા પ્રાપ્ત થશે.આ ગોચર તમારા માટે ઘણો લાભદાયક સાબિત થશે.