મહાશિવરાત્રિ ના દિવસે કરો આ ઉપાય, લગ્નની રુકાવટ આવતી હોય તો દરેક સમસ્યાઓ થશે દુર,

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

શિવરાત્રી એટલે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવાનો સૌથી સારામાં સારો દિવસ. કારણકે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે ભોલેનાથ ની ભક્તિ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય છે અને દરેક મનોકામના પૂરી થઇ જાય છે.

મહાશિવરાત્રી ફાગણ માસના કૃષ્ણપક્ષની ચૌદશના દિવસે આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 1 માર્ચ મંગળવારના દિવસે છે. જો મહાશિવરાત્રી ના દિવસે સાચા હૃદયથી મહાદેવને અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહાશિવરાત્રીના દિવસે મહાદેવને મનપસંદ વસ્તુ અર્પણ કરવાથી થઇ દરેક સમસ્યા દુર થઇ જાય છે અને આપણે દરેક ઈચ્છાઓ પૂરી થઈ છે.

ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પસંદ છે. કહેવાય છે કે, બીલીપત્ર ને ત્રિદેવનું નામ આપવામાં આવ્યું છે, એટલે મહાશિવરાત્રિના દીવસે બિલીપત્ર હંમેશા શિવલિંગ પર ચડાવવું જોઈએ.

મહાશિવરાત્રી ના દિવસે ભાંગ અથવા તો ભાગ માંથી બનેલો પીણું ભગવાન શંકરને અર્પણ કરી શકો છો જ્યારે સમુદ્રમંથન વખતે ભગવાન શંકરે ઝેર ગ્રહણ કર્યું હતું તેને શાંત કરવા માટે ભાંગ ના પાન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એટલે જ ભાંગ ના પાન ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે. મહાદેવને ધતુરો પણ ખૂબ જ પ્રિય છે જો તમે કોઇ પરેશાનીથી પરેશાન હોય તો દરેક પરેશાનીઓ દૂર થઈ જાય છે.

જો કોઈ કારણસર લગ્નમાં પરેશાની આવતી હોય તો મહાશિવરાત્રિના દિવસે આ પ્રયોગ કરવો જોઇએ. મહાશિવરાત્રીના દિવસે પીળાં વસ્ત્રો ધારણ કરીને શિવ મંદિર જવું, આ પૂજા છોકરો અને છોકરી બંને કરી શકે છે. જેટલા વર્ષ થયાં હોય તેટલા બિલીપત્રને ચંદનનું તિલક કરીને ભગવાન શિવને અર્પણ કરવો. એક બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને પૂજા પૂરી થાય પછી ગુગળનો ધૂપ કરવાથી લગ્નની સમસ્યામાંથી રાહત મળે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here