લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
21 ફેબ્રુઆરીએ એટલે કે આવતી કાલે શંભુ ભોળાનાથની પૂજા આરાધના કરવાનો સૌથી મોટો અને અને સૌથી શુભ પર્વ એટલે કે મહાશિવરાત્રિ છે.શાસ્ત્રો અને ગ્રંથો માં મહા શિવરાત્રિએ ભગવાન શંકરની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવી જોઈએ આમ ના થાય તો તમારે થોડી પણ પૂજા અર્ચના તો કરવીજ જોઈએ જેથી કરીને ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે.
મિત્રો આજે અમે તમને એક ખાસ મંત્ર વિશે જાણકારી આપવાના છીએ જેથી કરીને તમને તમારી મુશ્કેલી ઓ થી છુટકારો મળી શકે.મહાશિવરાત્રિએ આ ખાસ મંત્રજાપ કરશો તો ભોલેનાથની કૃપા તમારાં પર અવશ્ય પ્રાપ્ત થશે.આપણા હિંદૂ શાસ્ત્ર અનુસાર ત્રિદેવોમાંથી દેવોના દેવ મહાદેવ ને એક અદભુત શક્તિ તરીકે પૂજવામાં છે.
શિવ નામનો અર્થ કલ્યાણ શુભ અને મંગળ છે.શિવનું નામ જાતકને અશુભથી દૂર લઈ જાય છે અને મન કર્મ અને વચનથી વ્યક્તિને ભક્તિ તરફ લઈ જાય છે.મિત્રોઆજે અમે તમને જે વિશે જાણ આપવાના છીએ તેના માત્ર જાપ થી તમામ સમસ્યો દૂર થઈ જાય છે. આવો જાણીએ તેના વિસે વિગતે.
નમો રૂદ્રાય મહતે સર્વેશાય હિતૈષિણે |નન્દીસંસ્થાય દેવાય વિદ્યાભકરાય ચ ||
પાપાન્તકાય ભર્ગાય નમોનન્તાય વેધસે|નમો માયાહરેશાય નમસ્તે લોકશંકર ||
મિત્રો શિવનામજ એવું છે જે આ નામ નો જાપ કરે છે તેના દેહ શુદ્ધ થઈ જાય છે શિવ નામ જ ખૂબ પવિત્ર છે.શિવ નામનો જે જાપ કરે છે તેના મનના ખરાબ ભાવ વિચાર અને ઈચ્છાઓનો અંત આવી જાય છે અને તેના જીવનનું કલ્યાણ થાય છે.શિવ ભગવાન સંહાર ક છે પરંતુ તેઓ ખરેખર તો ખરાબ શક્તિ અને પાપીઓનો નાશ કરી ધર્મનું જ રક્ષણ કરી રહ્યાં છે.
શિવના કાર્યો જ જગત માટે કલ્યાણકારી સાબિત થાય છે.એ પણ વાત સત્ય છે કે જેટલા રાક્ષશ ઓ આ પૃથ્વી પર અવતારીત થયા તે બધાએ ને માત્ર ને માત્ર એક શંકર શંભુ એજ વરદાન આપ્યું હતું.ભગવાન શિવ ખુબજ ભોળા છે.તો તમારે આ ખાસ મંત્ર નો જાપ કરવો જ જોઈએ જેથી કરીને આ મહાશિવરાત્રી ના દિવસે તમને ઘણા લાભ થશે.આ મંત્ર નો જાપ કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
જો કે તમે નિયમિત રીતે પણ આ મંત્રનો જાપ કરી શકો છો.જો કે શિવરાત્રિએ આ મંત્રનો જાપ કરો ત્યારે શિવજીને સફેદ ફૂલ અર્પણ કરવા દૂધથી બનેલી મીઠાઈ ધરાવવી અને ધૂપ-દીપ કરી આ મંત્રનો જાપ કરવો.મંત્રજાપ પછી આરતી કરી સંકટમુક્તિ માટે પ્રાર્થના કરવી.મંત્ર નો જાપ પુરી શ્રદ્ધા અને નિષ્ઠા થીજ કરવી જોઈએ.