તમે તો આ ભૂલ નથી કરતા ને? જાણો મહેંદી પલાળવાની સાચી રીત,આ રીતે પલાળશો તો લોકો પૂછતાં નહિ થાકે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

દરેક સ્ત્રી કે પુરુષને પોતાના વાળ સુંદર હોય તે વધારે પસંદ આવે છે પોતાના વાળને સુંદર દેખાવા માટે તે ઘણી બધી મહેનત કરે છે. સુંદર અને સિલ્કી બને તે માટે મોટાભાગના લોકો મહેંદી લગાવતા હોય છે. પરંતુ અમુક લોકો મહેંદી  લગાવતી વખતે ધ્યાન આપતા નથી. જેના કારણે વાળ સારા થવાને બદલે ખરાબ થઈ જાય છે. સિલ્કી ને બદલે બરછટ થઈ જાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે મેંદી લગાવતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મહેંદી લગાવતી વખતે આ મોટાભાગના લોકો પાણીમાં મહેંદી પલાળતા હોય છે. પરંતુ જ્યારે મહેંદીને સાદા પાણીમાં પલાળવા કરતા હંમેશા ચા અથવા તો કોફીના પાણીમાં જ કરવી જોઈએ. આવું કરવાથી વાળમાં રંગ વધારે આવે છે અને વાળ વધારે સિલ્કી અને શાઇની બને છે.

મહેંદી ક્યારેય તેલવાળા માથામાં ન રાખવી જોઈએ. જો તમે માથામાં તેલ લગાવેલુ હોય અને જો મહેંદી લગાવશો તો વાળનો કલર મેંદીનો કલર બરાબર આવશે નહીં, કારણકે વાળ પર એક તેલનું લેયર આવી ગયું હોય છે.

મહેંદી હંમેશા લોખંડના વાસણમાં જ પલાળવી જોઈએ જેના કારણે કાટ લાગે અને આ મહેંદીનો કલર વધારે આવે છે. આ ઉપરાંત આ ઘણા લોકો વાળમાં ખોડો હોવાને કારણે મહેંદીમાં લીંબુ નાખતા હોય છે પરંતુ મહેંદીનો અને લીંબુનો ક્યારેય એકસાથે ઉપયોગ ન કરવો જોઇએ. કારણ કે લીંબુ એ બ્લીચીંગ છે જેના કારણે તમારા વાળ સૂકા બનાવી દે છે અને જો વાળ સૂકા થઈ જાય તો તે જલ્દી તૂટવા કરે છે.

આ ઉપરાંત જ્યારે આપણે મહેંદી લગાવતા હોઈએ છીએ. ત્યારે એક વાળને લઈને તેને સરખી રીતે મહેંદી લગાવી અને ગોળ ગોળ કરી અને બીજી લટ લેવી જોઈએ એમ લાગી જશે ત્યારે બધા જ વાળ એક જૂથમાં બંધ થઈ જશે જેના કારણે દરેક વાળ સુધી મેંદી પહોંચી શકશે અને મહેંદીનો કલર સરસ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here