લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
તલની ચીકી બનાવવા માટેની પ્રથમ રીત
પહેલાં 1 કપ તલ, 1/4 કપ ઘી, 1 કપ ગોળ અને 1 ટી સ્પૂન ગ્લુકોઝ લઈ આવો. ત્યારબાદ તલને શેકો અને ગોળ-ઘીનો પાયો કરીને તેમાં તલ નાખો. પછી સરખું લોચાદાર થાય એટલે તે ઉતારી તેમાં 1 ટી સ્પૂન ગ્લુકોઝ નાખી તેને ઠારી દેવું. તલ ધીમે-ધીમે નાખવા કારણકે ગોળની જાત પ્રમાણે તલ સમાશે. ગ્લુકોઝ એટલા માટે નાખવો કારણકે ગ્લુકોઝ નાખવાથી તલસાંકળી સફેદ થાય છે અને ત્યારબાદ તેના કાપા કરવા.
તલની ચીકી બનાવવા માટેની બીજી રીત
પહેલાં 1 કપ તલ, 1 કપ ગોળનો ભૂકો અને બુરું ખાંડ લઈ આવો. ગોળ અને પાણીનો પાયો કરી તે ખદખદ થાય, ત્યારબાદ કોફી કલરનો થાય અને ટપકું મૂકીએ તો પણ ખસે નહીં તેવી ચાસણી તૈયાર કરવી. પછી આ ચાસણીમાં ધીમે-ધીમે તલ નાખતા જવું અને તેને બરાબર હલાવી તેનો ગોળો કરી નીચે ઉતારી લેવું.
જેના ઉપર ચીકી વણવી હોય તેના ઉપર બુરું ખાંડ ભભરાવવી અને તલનો ગોળો તરત જ મૂકી જલદી જલદી વેલણથી વણવું. ચીકી પાતળી કરવી. આ ચીકી રસોડાના પ્લેટફોર્મ પર પણ વણી શકાય છે. આ સિવાય આ રીતમાં જ 1 કપ તલ, સહેજ ઘી, 1 કપ ખાંડ અને બુરું ખાંડ લઈને પણ ચીકી બનાવી શકાય છે. આ રીતમાં ચીકીના કુલ 4 રોટલા તૈયાર થશે. નાની કટોરી તલ અને તેટલી જ ખાંડ લઈ 1 રોટલો કરવો અને પાતળો વણવો.
વિવિધ ચીકી પણ આ રીતથી તૈયાર કરી શકાય છે
આમ, ઉપરોક્ત પધ્ધતિ અનુસાર ચીકી તૈયાર થઈ ગયા બાદ તે રીત અનુસાર જ કોપરાની છીણની ચીકી, સિંગની ચીકી, કાજુની અને બદામની ચીકી પણ આ પધ્ધતિ પ્રમાણે જ બનાવી શકાય છે. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે આ પ્રકારની વિવિધ ચીકીઓ બનાવવા માટે સિંગ, બદામ અને કાજુ ઝીણા વાટવા.
તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ આર્ટિકલ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…