લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ઠંડીમાં ઘરે જ બનાવો તુવેરના ટોઠા, આ રહી તમારે માટે રેસિપી
શિયાળો આવી ગયો છે અને જો તેમે બ્રેડ કે કુલ્ચાની સાથે ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઇસી ટોઠા ખાવા મળી જાય તો બીજુ શું જોઇએ? મૂળ ઉત્તર ગુજરાતની આ વાનગી હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઇસી ફૂડ ભાવતું હોય તો તેમને ખૂબ જ પસંદ આવે છે. ટોઠા ઘરે બનાવવાની રીત સરળ છે, તો આજે જ જાણો લો ટોઠા બનાવવી સરળ રેસિપી.
સામગ્રી:
- 1 કપ તુવેર
- 1 કપ ટામેટા પ્યુરી
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- 3 મોટા ચમચા આદુ-મરચાંની પેસ્ટ
- 3 મોટી ચમચી વાટેલું લસણ
- પસંદ હોય તો ઉપર લીલી ડુંગળી ભભરાવી શકો
- 1 મોટી ચમચી તેલ
- 1 ચપટી હિંગ
- અડધી ચમચી હળદર
- 2 મોટી ચમચી મરચુ
- 1 મોટી ચમચી ગરમ મસાલા પાવડર
- સ્વાદાનુસાર મીઠું
તુવેર કેટલી બાફવી?
તુવરેને ધોઇને ઓછામાં ઓછી 4-5 કલાક પલળવા દો. કૂકરમાં 1 ગ્લાસ પાણી અને મીઠુ નાંખી તુવેરને 3થી 4 સીટી વાગે ત્યાં સુધી બફાવા દો. કૂકર ઠંડુ પડે એટલે તુવેર બરાબર સોફ્ટ થઈ ગઈ છે કે નહિ તે ચેક કરી લો. ન થઈ હોય તો 1-2 સીટી વાગવા દો અને તુવેર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી બફાવા દો.
વઘારવાની રીત:
તેલને એક કડાઈમાં ગરમ કરો. તેમાં હીંગ અને લસણની પેસ્ટ નાંખો. લસણ સંતળાય એટલે તેમાં ડુંગળી નાંખીને સાંતળો. ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ ઉમેરો. આ બધુ જ બરાબર સંતળાય એટલે તેમાં ટામેટા નાંખીને દસેક મિનિટ સાંતળવા દો.
મસાલો કરવાની રીત:
ટમેટા સહેજ પ્યુરી જેવા પોચા થઈ જાય એટલે બાફેલી તુવેરને તપેલામાં નાંખીને બરાબર હલાવો અને તેમાં ગરમ મસાલો, ગોળ, ખટાશ વગેરે સ્વાદનુસાર ઉમેરો. પંસદ હોય તો તેને લીલી ડુંગળીથી ગાર્નિશ કરો. તમે તુવેરના ટોઠા રોટલી સાથે પણ ખાઇ શકો પણ બ્રેડ અને કુલ્ચા સાથે ટોઠા ખાવાથી વધારે મજા આવે છે.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.