મેગી ના ભજીયા બનાવવાની એક નવી જ રીત જે તમે ક્યાંય નહિ જોઈ હોય

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મેગી ના ભજીયા બનાવવાની એક નવી જ રીત જે તમે ક્યાંય નહિ જોઈ હોય

ઠંડી પડે જ ચાલો ચાલો કચરિયું ખઇએ, શિયાળુપાક ખાઇએ. ગરમી પડે છે  ચાલો ચાલો એકદમ મસ્ત ગોલો, બરફ ખાઇએ. ચોમાસા મા હજી તો વરસાદ પડયો નથી, ખાલી વરસાદ જેવું વાતાવરણ જ થયું છે, ત્યાં તો એકદમ બોલી ઊઠે કે, ગરમા-ગરમ ભજીયાં ખાવાનું મન થયું છે.

તમે મને કહેશો આ કયા લોકો છે. એકદમ સાચુ વિચાર્યું તમે. આ છે આપણા ખાવાના શોખીન ગુજરાતીઓ.

તો ચાલો આજે આવા જ સ્વાદના શોખીનો એવા ગુજરાતીઓ માટે ગરમા ગરમ મેગીના ભજીયાની રેસિપી ની વાત કરી હતી.

સામગ્રી:

  • ૧ મેગીનું પેકેટ
  • ૧ કપ રવો
  • ૧ કપ બેસન
  • ૧ ટેબલ સ્પૂન લાલ મરચું ( તીખુ ટેસ્ટ મુજબ )
  • ૧/૨ ટે.સ્પૂન ગરમ મસાલો
  • ૧/૪ ટી.સ્પૂન હળદર
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા
  • ૧/૨ ટેબલ સ્પૂન રેડ ચીલી ફલેક્સ
  • તેલ તળવા

સવૅ કરવા માટે:

  • સોસ
  • ડુંગળી
  • તળેલા મરચા

બનાવાની રીતઃ 

સૌ- પ્રથમ મેગી નો મસાલો નાખી એક કપ પાણી મા મેગી બનાવી લેવી (ડ્રાય મેગી બનાવી). ત્યારબાદ મેગીને ઠંડી થવા દેવી. હવે એક બાઉલ મા રવો લેવો તેમા બનાવેલી મેગી એડ કરવી.

લાલ મરચુ, ગરમ મસાલો,હળદર,મીઠુ સ્વાદ મુજબ, ચીલી ફલેક્સ અને બેસન એડ કરી તેના ગોળા વળે તેવુ બેટર તૈયાર કરવુ. હવે બેટર માથી ગોળ ગોળ ભજીયા મધ્યમ આંચે તેલમા તળવા.

ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી. તો ,તૈયાર છે ચટપટા મેગી ભજીયા. સોસ, ડુગળી, મરચા સાથે ગરમા ગરમ સવૅ કરો.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ રેસીપી કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ રેસીપી ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

Note: Copyrights for this article are held by the author and no content should be copied. without the written permission of the author or this site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here