ફણગાવેલા મગ ખાઇને કંટાળી ગયા હો તો બનાવો ‘મગ સ્પ્રાઉટ્સ ચાટ’

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ફણગાવેલા મગ ખાઇને કંટાળી ગયા હો તો બનાવો ‘મગ સ્પ્રાઉટ્સ ચાટ’

સ્પ્રાઉટ્સ કરેલા એટલે કે ફણગાવેલા મગને હેલ્ધી માનવામાં આવે છે. પરંતુ જો તમે ફણગાવેલા મગ ખાઇને કંટાળી ગયો હો તો તેમાંથી ચાટ બનાવી શકાય. ફણગાવેલા મગમાં ડુંગળી, ટમેટા, ચાટ મસાલો નાખવાથી ચાટ ટેસ્ટી બને છે. તો તમે પણ શીખી લો મગ સ્પ્રાઉટ્સ ચાટ બનાવવાની રીત.

સામગ્રી

  • બે કપ ફણગાવેલા મગ
  • એક કપ બારીક સમારેલી ડુંગળી
  • એક કપ બારીક સમારેલા ટામેટાં
  • એક-બે નંગ લીલા મરચાં
  • 1/4 ટીસ્પૂન મરચું પાઉડર
  • 1 ટીસ્પૂન લીંબૂનો રસ
  • 1 નંગ બાફેલા બટાકાં
  • 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
  • 3 ટેબલસ્પૂન સેવ
  • 5-6 ચાટ પાપડી
  • એક કપ પાણી
  • સ્વાદઅનુસાર મીઠું

ચાટ બનાવવાની રીત

સ્ટીમરમાં એક કપ પાણી લઇ તેમાં ફણગાવેલા મગને સ્ટીમ કરી લો. મગ બફાઇ જાય તે બાદ તેને એક બાઉલમાં કાઢી બધું પાણી નીતારી લો. તે બાદ તેમાં ડુંગળી, બટાકું, ટામેટું, લીલા મરચા એડ કરી યોગ્ય રીતે મિક્સ લો. ત્યારબાદ તેમાં બારીક સમારેલા લીલા મરચાં, લાલ મરચું તેમજ મીઠું એડ કરો.

બાદમાં તેમાં લીંબૂનો રસ ઉમેરી મિક્સ કરી લો. આ મિશ્રણને એક બાઉલમાં લઇ તેની ઉપર પાપડી તેમજ સેવથી ગાર્નિશ કરી સર્વ કરો.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ આર્ટિકલ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

Previous articleશિયાળામાં એક અલગ જ મજા છે લાલ મરચાંનું અથાણું ખાવાની, સ્ટોર કરી સકાશે મહિનાઓ સુધી
Next articleશિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ ચા સાથે મળી જાય મકાઇનાં ભજીયાં તો મોજ પડી જાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here