તમારા ઘરે સરળતાથી બનાવો સત્યનારાયણના પ્રસાદનો સ્વાદિષ્ટ શીરો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

દરેકને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ શિરો અચૂક ભાવતો હોઈ છે, ત્યારે આજે અમે એની રેસિપી તમને શીખવાળીશું,સત્યનારાયણ ભગવાનની કથાનો એક અનેરો લ્હાવો છે, જેમાં સત્યનારાયણ કથા કરતી વખતે મન પ્રસન્ન થાય છે, ઘરમાં સુખ,શાંતિ,સમૃદ્ધિ વધે છે અને દરિદ્રતા ઘટે છે,સત્યનારાયણ ભગવાનની કથા જે સાંભળે તેમને પણ અર્ધું ફળ કથા કરવાનું મળે છે, આપણે દરેક શુભ પ્રસંગે સત્યનારાયણની કથા કેહવડાવતા હોઈ છે.

જેમાં બનતો પ્રસાદ અચૂક દરેકને પસંદ હોઇ છે,આ પ્રસાદની એક ખાસિયત છે,જે એનો સ્વાદ અલગ બનાવે છે,બાકી ઘરે પણ એ શિરો બનવતા એવો સ્વાદ મળતો નથી, આ સ્વાદ ફક્ત સત્યનારાયણ ની કથા અને શરદપૂનમ ના પૌવામાં જ મળે છે..

શુભ પ્રસંગે તૈયાર કરવામાં આવે છે આ શીરો

ઘરમાં શુભ પ્રસંગે અથવા તો પછી કોઈ નવી ચીજવસ્તુઓની ખરીદી કરી હોય ત્યારે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ કથા બાદ સત્યનારાયણના પ્રસાદનો શીરો ભગવાનને પ્રસાદરૂપે ધર્યા બાદ ભક્તોમાં પ્રસાદરૂપે વહેંચવામાં આવતો હોય છે. આ શીરો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેમાં ભગવાનના આર્શીવાદ પણ સમાયેલા હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ સત્યનારાયના પ્રસાદનો શીરો બનાવવા માટેની રીત.

સત્યનારાયણના પ્રસાદનો શીરો બનાવવા માટેની સામગ્રી

600 ગ્રામ રવો
600 ગ્રામ ઘી
3 લિટર દૂધ
650 ગ્રામ ખાંડ
થોડીક ઈલાયચી
ચારોળી
બદામની કાતરી

સત્યનારાયણના પ્રસાદનો શીરો બનાવવા માટેની રીત.

– એક વાસણમાં ઘી મૂકી ગરમ થાય પછી તેમાં રવો નાખીને ધીમા તાપે શેકવો.
– રવો આછો બદામી રંગનો થાય એટલે તેની ઉપર ગરમ દૂધ રેડવું. તે દરમિયાન તાપ ખૂબ જ ઓછો રાખવો.
– દૂધ બળી જાય પછી તેમાં ખાંડ નાખવી.ઘીછૂટુંપડેત્યારેઈલાયચીનો ભૂકો નાખીને ઉતારી લેવું.
– શીરા ઉપર ચારોળી અને બદામની કાતરી ભભરાવવી.

Previous articleઊંટડી નું દૂધ પિતા જ કોમ્પ્યુટર જેવું થશે મગજ, બીમારી ભાગશે 10 ફૂટ દૂર તમારાથી, જાણો બીજા ફાયદા
Next articleઆ વરસાદી વાતાવરણમાં છોકરીઓને ગમે છે આ કામ કરવાનું, વાંચો શુ શુ ગમે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here