માનવતાના નામે કલંક :- વોર્ડ બોયે કોરોનાથી ચેપગ્રસ્ત વ્યક્તિનું કાઢી લીધું ઑક્સિજન માસ્ક, બાળકનું તડપી તડપીને થયું મોત…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મધ્યપ્રદેશના શિવપુરીથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક દર્દીનું ઓક્સિજન સિલિન્ડર કાઢવાને કારણે મોત નીપજ્યું છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે વોર્ડ બોયે જાણીજોઈને તેના પરિચિતનું ઓક્સિજન સિલિન્ડર કાઢીને બીજા દર્દીને પહેરાવી દીધું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વ્યક્તિના મોત બાદ પરિવારના સભ્યોએ પણ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો.

આ મામલો શિવપુરી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કોવિડ આઈસીયુનો છે. અહીં દાખલ દર્દી સુરેન્દ્ર શર્માનું આજે સવારે અવસાન થયું છે. જેના કારણે રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલ પરિસરમાં હંગામો મચાવ્યો હતો. તેઓએ આરોપ લગાવ્યો હતો કે કોવિડ આઇસીયુમાં ફરજ બજાવતા સ્ટાફ અને ડોકટરોએ સુરેન્દ્ર શર્માના મોઢા પરથી રાત્રે ઓક્સિજનને દૂર કરી દીધું હતું. જેના પછી મૃતકના સબંધીઓએ માંગ કરી હતી કે કોવિડ-આઇસીયુમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે અને આરોપી સ્ટાફ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ત્યારપછી જ તે મૃત શરીરનો અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપશે.

 

 

મૃતકના પુત્ર દીપક શર્માએ જણાવ્યું હતું કે તે મંગળવારે રાત્રે 11 વાગ્યા સુધી પિતા સાથે હતો, ત્યારપછી બીજે દિવસે હોસ્પિટલનો ફોન આવ્યો. જેમાં તેણે કહ્યું કે 2-3 દિવસ પિતાની હાલત સારી હતી, તે યોગ્ય રીતે ખાઇ રહ્યા હતા. જોકે કોઈએ રાત્રે ઓક્સિજન કાઢી લીધું હતું અને તેમનું તડપીને મોત થયું છે. મને સવારનો ફોન આવ્યો, ત્યારે હું દોડીને હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે મારા પિતાનું ઓક્સિજન સિલિન્ડર ત્યાં નહોતું. ત્યારે મેં ડોકટરો અને નર્સોને ઓક્સિજન લગાવવા કહ્યું, પરંતુ તેઓ તેને લગાવ્યું નહીં. ત્યારબાદ 10-15 મિનિટમાં પિતાનું અવસાન થયું.

 

આ મામલે બગડતા જોઈને મેડિકલ કોલેજના અધિક્ષક દ્વારા ત્રણ સદસ્ય ડોકટરોની તપાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ 48 કલાકમાં સમગ્ર મામલાની તપાસ કરશે અને તેનો અહેવાલ સુપરત કરશે. તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા મુખ્ય તબીબી અધિકારી ડો.અર્જુન લાલ શર્માના જણાવ્યા મુજબ જ્યાં સુધી જિલ્લા હોસ્પિટલની વાત છે, અમારી પાસે 76 ઓક્સિજન, 30 બેડ પર આઇસીયુ, 13 એસએનએફયુ મશીનો છે, જેમાં ગઈકાલે 4 ઉપયોગ કરવામાં આવ્યાં હતાં અને બાકીના ને રિઝર્વે રાખવામાં આવ્યા છે. દર્દી પહેલાથી ડાયાલિસિસ કરાવી રહ્યા હતા અને તેમનું હિમોગ્લોબિન પણ ઓછું હતું. હવે સીસીટીવી ફૂટેજ જોઇને તપાસ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. જો કોઈએ ગુનો કર્યો હોય તો તેને યોગ્ય સજા પણ કરવામાં આવશે.

Previous articleસૌથી મોટા સમાચાર :- કોરોના કાળમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો મોટો નિણર્ય…
Next articleપૈસાની બાબતમાં એકદમ ભાગ્યશાળી હોય છે આ 5 રાશિના લોકો, તેમના પાસે ક્યારેય નથી હોતી પૈસાની કમી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here