ઉનાળામાં બપોરે રોજ છાસ પીવાથી થાય છે અઢળક લાભ, વાત-પિત્ત-કફને દુર કરશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઉનાળામાં મોટાભાગના લોકો બપોરે છાસ પીવે છે, ઘણા લોકોને છાશ પીવે નહિ ત્યાં સુધી શાંતિ જ થતી નથી અને છાસ ન મળવાથી ભોજન પૂરું થયું હોય તેવું લાગતું જ નથી. છાસ પીવાથી હાશકારો અનુભવાય છે. છાસ પીવાથી શરીરને ઠંડક મળે છે.

છાસ શરીરને ઠંડક પણ પૂરી પાડે છે, એટલે જ તેને ઉનાળામાં લોકો વધારે પસંદ કરે ,છે પરંતુ ઘણા લોકોને છાશ પીવી ગમતી નથી. ગરમીમાં  છાસને અમૃત સમાન માનવામાં આવે છે, દરેક લોકોએ માખણ કાઢેલી થોડી ખાટીમીઠી થોડી છાસ પીવી જોઈએ. આવી છાસ ત્રિદોષશામક કહેવાય છે.

જે લોકોને કફ થયો હોય તે લોકો માટે છાસ ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. તે વ્યક્તિએ ગાયના દૂધની છાશ પીવી જોઈએ, આ ઉપરાંત પેટને લગતા રોગો છાશ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. છાસમાં વિટામીન બીટવેલ, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. છાસ પીવાથી આંતરડાની તકલીફમાં ફાયદો થાય છે.

જો છાસમાં મરી, સંચળ, ધાણાજીરૂ, ત્રિલોક મૂળ નાખીને પીવામાં આવે તો તે ખૂબ જ ફાયદો આપે છે. જે વ્યક્તિને ગેસના કારણે છાતીમાં દુખાવો થતો હોય અને પાચન બરાબર ન થતું હોય અને ખાટા ઓડકાર આવતા હોય તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત સવારે નાસ્તામાં અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે સાંજના સમયે છાશનું સેવન કરવું નહિ.

ઘણી વખત વધારે મસાલા વાળા ખોરાક ખાવાથી શરીરમાં બળતરા અને એસીડીટી થાય તો ભોજન પછી પીવાથી પેટમાં ઠંડક મળે છે. અને શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપે છે. છાસ વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. છાસ પીવાથી જલ્દી ભૂખ લગતી નથી અને પેટ ભરેલું લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here