રમકડા એ લીધો દોઢ વર્ષના માસુમ બાળકનો જીવ, દરેક માતાપિતા ખાસ વાંચે,

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

જ્યારે પણ કોઈ પણ પરિવારમાં નાના બાળકને નો જન્મ થાય એટલે આખો પરિવાર ખૂબ ખુશ થઈ જાય છે. પરિવારમાં જાણે નાનકદુ રમકડું આવી ગયું હોય તેવું વાતાવરણ થાય છે નાના બાળક આવતાની સાથે જ આખુ ઘર ખુશખુશાલ થઈ જાય છે અને આખો પરિવાર તેની સાથે સમય પસાર કરે છે.

બાળકની સાથે જયારે સમય પસાર કરતા હોય ત્યારે સમય ક્યાં જતો રહે તે ખબર જ નથી પડતી અને ખૂબ જ મજા આવે છે. પરંતુ ઘણી વખત બાળકને રમાડવા માટે સમય ના હોય તો તેને રમકડા રમવા માટે આપી દેવામાં આવે છે જો બાળક રમકડા સાથે રમતો હોય તો માતા-પિતાને કોઇ હેરાનગતિ રહે નહીં એટલે બાળકને રમકડા આપે છે.

ઘણા અલગ-અલગ પ્રકારના રમકડા બજારમાં જોવા મળે છે. અલગ-અલગ ટેકનોલોજી નો ઉપયોગ પણ રમકડાંમાં થાય છે, અમે તમને એક એવા જ અનોખા રમકડા વિશે વાત કરવાના છીએ કે જેને દોઢ વર્ષના નાનકડા બાળકનો જીવ લઈ લીધો છે આ ઘટના સ્કોટલેન્ડમાં બનેલી છે.

દીકરાને રમકડાંઓનો ખૂબ શોખ હોવાને કારણે માતા-પિતાએ તેને એક બેટરીના સેલથી ચાલતું નાનુ ટેડી બિયર લઇ દીધું હતું. સવારે જ્યારે બાળકના પિતા નોકરી પર જતા હતા ત્યારે બાળકને ટેડી આપીને જતા રહ્યા. માતા પોતાના ઘરનું કામ કરી રહી હતી બાળક શાંતિથી જ રમકડાં સાથે રમી રહ્યો હતો.

અચાનક જ બાળક ટેડી બિયર ને નીચે પટકાવા લાગ્યો જેના કારણે નીચે પડવાને કારણે ટેડી બિયર નો પાછળ નો ભાગ તૂટી ગયો અને અંદરથી બેટરીનો સેલ નીકળી ગયો. બાળકે સેલને રમતમાં મોઢામાં નાખી દીધો. સેલને મોઢામાં નાખતા જ સેલનું એસીડ આખા શરીરમાં ફેલાઈ ગયું.

આ સંપૂર્ણ માહિતી નો ખ્યાલ તેના માતા-પિતાને નહોતો ધીમે ધીમે બાળકે બોલવાનું બંધ કરી દીધો અને તેને ખાવા પીવાની તકલીફ થવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યારે ડોક્ટરે તપાસ કરી તો જાણવા મળ્યું કે બાળકના પેટમાં બેટરીનો સેલ છે. અને તેમાં રહેલું એસિડ આખા શરીરમાં ફેલાઇ ગયું છે જેના કારણે હૃદયમાં કાણું પડી ગયું છે.

એટલા માટે હવે બાળક નું બચવું ખૂબ જ મુશ્કેલ છે, આ સાંભળીને દરેક ના હોશ ઉડી ગયા અને માતા-પિતા ખૂબ જ દુઃખી થઈ ગયા. ડોક્ટરે કહ્યું કે હવે તમારી પાસે ગણતરીની મિનિટોમાં જ બાકી છે એટલે તેના માતા-પિતાએ તેને વહાલ કરવા માટે તેને ખોળામાં લીધો અને બાળકે માતાના ખોળામાં જ અંતિમ શ્વાસ લઇ લીધો. આપને જયારે પણ બાળકને રમકડાથી રમવા માટે આપીએ તો ખાસ ધ્યાન રાખવું કે કોઈ વસ્તુ ને મોઢામાં તો નથી નાખતોને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here