લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
એકવાર ભગવાન શંકર અને માતા પાર્વતી કૈલાશ પર્વત બેઠા બેઠા જ્ઞાનની વાતો કરી રહ્યા હતા. માતા પાર્વતી ભગવાન શંકરને પ્રશ્ન પૂછીને જ્ઞાન મેળવી રહી હતી. આપણે સૌ જાણીએ છીએ કે પુરાણોમાં બતાવ્યા પ્રમાણે ભગવાન શંકરને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે, જે લોકો શંકર ભગવાનની પૂજા કરે છે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે.
ઘણી વખત માતા પાર્વતી કયું પાપ કરવાથી તેનું પરિણામ શું મળે છે તેવા અનેક પ્રશ્નો ભગવાન શંકરને પૂછતા હતા. ભોલાનાથ ઉદાહરણ સાથે માતાના પ્રશ્નનો જવાબ આપે છે એકવાર માં પાર્વતીએ ભગવાન શંકરને એમ પ્રશ્ન પૂછો કે, મનુષ્ય એવું કયું પાપ કરે તો તેને સંતાનહીન રહેવું પડે છે.
આ સાંભળીને ભગવાન શંકરે માતા પાર્વતીને આ રીતે એ જવાબ આપ્યો ભગવાન શંકરે કહ્યું કે હે દેવી તમે સાંભળો કે મનુષ્યને કયા પાપને કારણે સંતાનહીન રહેવું પડે છે. જે મનુષ્ય નિર્દય બનીને પ્રાણીઓ અને પક્ષીઓના બચ્ચાઓને મારીને ખાઈ જાય છે તે મનુષ્ય પોતાના મૃત્યુ બાદ લાંબા સમય સુધી નરકની યાતના ભોગવે છે.
આ નરકની લાંબી યાતના ભોગવ્યા બાદ તે મનુષ્યને ફરીથી મનુષ્ય બનીને જન્મ લેવો પડે છે. અને તેને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી તે આખી જિંદગી સંતાનહીન રહીને દુઃખી થાય છે અને આખરે મૃત્યુ પામી છે.
કોઈ પણ પ્રાણી, જીવજંતુ ને દુઃખ પહોચાડવું તે એક મોટું મહાપાપ બતાવ્યું છે. તેથી દરેક મનુષ્યએ આ પાપ કરવાથી બચવું જોઈએ. અને જો કોઈ આવું ખરાબ કામ હતું હોય તો અટકાવવો જોઇએ નહીં તો, આપણે પણ તેના પાપમાં ભાગીદાર બની જઈએ છીએ.
એટલા માટે ક્યારેય મૂંગા અને માસુમ પશુ પંખીઓના બચ્ચાઓને મારવા ન જોઈએ અને તેની મદદ કરવી જોઈએ. તેનાથી મનુષ્યનું જીવન સુખ-શાંતિ ભર્યું પસાર થઈ જાય છે. અને નરકની યાતના માંથી પસાર થવું પડતું નથી.