માત્ર એક જ ક્લિકમાં કરી લો 1700 વર્ષ જુના સ્વયંભૂ શિવલિંગનાં દર્શન.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે અમે તમને એક ખાસ મંદિર વિસે જણાવીશું શિવરાત્રી ના દિવસ આ ખાસ મંદિર ના દર્શન કરી શુ અને તેના વિશે જાણીશું.આ મંદિર કચ્છના ભદ્રેશ્વર ગામમાં આવેલું છે અને તેને ના નામથી ઓળખાય છે.આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે.આ મંદિર અનેક દંતકથાઓના કારણે પ્રસિદ્ધ છે.આ મંદિર ઈ.સ. 612 એટલે કે લગભગ 1700 વર્ષ પહેલા બન્યુ હતુ.

આ મંદિરમાં પાંડવો પણ આશ્રય લઈ ચુક્યા છે.અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હોવાની સાક્ષી અહીં આવેલો પાંડવકૂંડ પૂરે છે.પાંડવોએ આ કુંડના પાણીથી જ ચોખંડાધામના નાળેશ્વર મહાદેવને અભિષેક કર્યો હતો.અહીં પાલી લિપિમાં લખાયેલા શિલાલેખો પણ છે.જેમાં ઘણી બધી માહિતી પણ જોવા મળે છે.શિવ અને શક્તિની ઉપાસના ખુબજ તાકાત ધરાવે છે.

આરોપિત થયેલા સર્વે જગતમાં જ્ઞાન પ્રકાશની અનુભુતી કરવાની શક્તિ શિવ ઉપાસનામાં છે.એવા જગત નિયંતા અનંત ચારે દિશામાં વ્યાપ સઘળા દેવો જેવી ઉપાસના કરે છે એવા સ્વયંભુ તેજોમય શિવલીંગનું પ્રાગટ્ય અનેક જગ્યાએ થયું.એવા સ્વયંભુ પ્રાગટ્ય લિંગમાંનું એક સ્થાન છે શ્રી નાળેશ્વર મહાદેવ નું મંદિર જેને બીજા ચોખંડા નામે ઓળખાય છે.ભદ્રેશ્વરના સમુદ્રતટે સ્થિત આ મંદિર સર્વે કામનાઓને સિદ્ધ કરનારું છે.

માટે જ આ મંદિર દર્શન માત્ર થી દુર દુઃખ થઈ જાય છે.મિત્રો તમને જણાવી દઈએ કે કચ્છમાં આવેલા કુલ 6 મુખ્ય મંદિરોમાં આ મંદિરની ગણના થાય છે.તેમાં શ્રી નાળેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરનો વારંવાર જીણોદ્વાર થતો રહ્યો છે.છેલ્લો જીણોદ્વાર 100 વર્ષ પહેલા મહારાવના વખતમાં કરવામાં આવેલો તેવો ત્રાંબાનો લેખ અહીં મળી આવેલ છે.

ખાસ વાત કરીએ તો અહીં કાળા સર્પની એક જોડી વર્ષોથી મંદિરના પ્રાંગણમાં વસવાટ કરે છે જે આશરે 10 ફુટ લંબાઈ ધરાવે છે અને ખાસ કરીને તે શ્રાવણ માસમાં જરૂરથી દર્શન દે છે.ત્યારે જેના સૌભાગ્ય હોય તેને જ આ દર્શન કરવાના મળે છે.અનેક વખત આ શિવલિંગ પર આપતી વિપતિ આવી છે.વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂંકપમાં મંદિર ધરાશાયી થઈ ગયું હતું પરંતુ શિવલિંગને કંઈ જ થયું નહીં.વિ.સ.1734માં અહીં કમળ પૂજા પણ થયેલી છે.

વીર સિંહ નામના શિવભક્તે અહીં આ પુજા કરી હોવાનું જાણવા મળે છે.સમગ્ર શ્રાવણમાસ દરમિયાન નાળેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે.જો કે શ્રાવણ માસના દરેક દિવસે અહીં સવારથી જ રુદ્રી, વિવિધ પૂજા-અર્ચના શરૂ થઈ જાય છે.અને ખાસ મહાશિવરાત્રી ના પર્વ પર અહીં ભારે ભીડ જોવા મળે છે.

Previous articleઆ જાનવરો ને ખોરાક ખવડાવાથી ઘર માં નહીં થાય ધન ની કમી,દરેક ઈચ્છા થઈ પૂર્ણ…
Next articleદેવરને થઈ ભાભી સાથે આંખ મિચોલી મોટા ભાઈ ને ખબર પડતાં ભાઈ પત્નીનાં,જાણો આખી સ્ટોરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here