જો તમે કે તમારા ઘરમાં કોઈ માવો ખાતું હોય તો 2 મિનીટ નો સમય કાઢીને જરૂર વાંચજો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આપણે દરેક જાણીએ છીએ કે તમાકુ અને ગુટકા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક છે. માવો ખાવાથી મોઢાનું કેન્સર થવાની સંભાવના રહેલી છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણા વડીલો કે આપણી આજુબાજુમાં ઘણા લોકો માવો ખાતા હોય છે.

અને પછી ધીમે ધીમે માવો ખાવાની ટેવ પડી જાય છે. દિવસ દરમિયાન મોઢામાં સતત માવો ચાવતા જ હોય છે. માવામાં તમાકુ ની સાથે સાથે ગુટકા અને બીજા અનેક શરીરને નુકશાન કરે તેવા હાનિકારક તત્વો રહેલા હોય છે. જેના કારણે આપને ખુબજ નુકશાન પહોંચી શકે છે.

તમાકુનું સેવન આપણા શરીરમાં રોગોને પેદા કરવાનું કામ કરે છે. તમાકુના સેવનથી મોઢાનું કેન્સર, ગળાનું, દાંતનું, અન્નનળી, કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે.  માવો શરીર માટે ખુબ જ ખતરનાક છે. તેવું આપણે ગુટકા ના પડીકા ઉપર પણ દર્શાવવામાં આવ્યું હોય છે. તેમ છતાં પણ આપણે ટેવ પડી ગઈ હોવાથી છોડી શકતા નથી. માવો ખાવાથી દાંત ખરાબ થઈ જાય છે. અને બે દાંત વચ્ચે જગ્યા થઈ જાય છે. અને ધીમે ધીમે સડવા પણ લાગે છે.

ઉપરાંત માવાના સેવનથી સેકસ લાઇફ ઉપર પણ અસર થઈ શકે છે. ઘણી વખત માવો ખાવાથી થોડીવાર માટે સંતોષ મળે છે પરંતુ તમે તમારી જિંદગીથી સંતોષ મેળવી શકતા નથી. કારણ કે માવો ખાવાથી શરીરમાં ઘણી બધી જગ્યાએ ખુબજ નુકશાન થવાની શક્યતા વધી જાય છે. એટલે દરેક લોકોએ પોતાના પરિવારજનોને અને મિત્ર મંડળ માવો ખાતા હોય તો તેને અટકાવવાનો અને બંધ કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

જો તમારે માવો ખાવો જ હોય તો તમે હર્બલ માવો ખાઈ શકો છો. જેમાં નાગરવેલના પાન, વરિયાળી, અજમા ઉમેરીને તમે તેનું સેવન કરી શકો છો. હર્બલ માવા શરીરને નુકસાન નહિ પરંતુ ઘણા બધા ફાયદા આપી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here