લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો આતુરતાથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે જુલાઈ સુધીમાં મોંઘવારી ભથ્થું 28 ટકા સુધી થઈ શકે છે.
ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (એઆઈસીપીઆઈ) ના તાજેતરના આંકડા મુજબ જાન્યુઆરીથી જૂન 2021 માટે મોંઘવારી ભથ્થામાં ઓછામાં ઓછા ચાર ટકાનો વધારો થઈ શકે છે. જોકે, આ વધારો અટકાવ્યા બાદ સરકાર 1 જુલાઇના રોજ વિશેષ લાભ સાથે મોંઘવારી ભથ્થું પુન:સ્થાપિત કરવા જઈ રહી છે. આ ઉપરાંત જાન્યુઆરીથી જૂન 2020 સુધીના ત્રણ ટકા અને જુલાઈથી ડિસેમ્બર સુધીના ચાર ટકાના ભથ્થામાં કેન્દ્રીય કર્મચારીઓ ઉમેરીને મળવાની અપેક્ષા છે.
મોંઘવારી ભથ્થું 17 ટકાથી 28 ટકા થવાની ધારણા છે. નોંધપાત્ર રીતે, 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 ની ત્રણ ઇન્સ્ટોલમેન્ટ કોરોના દુર્ઘટનાને કારણે બંધ થઈ ગઈ હતી.
માર્ચમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને 1 જુલાઈથી મોંઘવારી ભથ્થાનો સંપૂર્ણ લાભ મળશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ત્રણ બાકી બાકી ઇન્સ્ટોલમેન્ટ પણ ટૂંક સમયમાં પ્રાપ્ત થશે.