લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દરેક માં બાપનું એકજ સપનું હોય છે કે તેમનું બાળક મોટો થઈને ભણે ગણે અને ઘણી ઊંચાઈઓ સુધી પહોંચે. પણ ઘણીવાર એવુ પણ બનતું હોય છે કે બાળકો પોતાના માં-બાપ ના આ સપનાને પૂરું કરી ન શકતા હોય. મોટાભાગે લોકો પહેલાથીજ એવું વિચારી લેતા હોય છે કે જો કોઈ બાળક સ્કુલમાં સારી રીતે અભ્યાસ ન કરે તો તે ભવિષ્યમાં કાઈ પણ ન કરી શકે.
પણ આજે અમે જેની વાત કરી રહ્યા છીએ તે પોતાના સ્કુલના દિવ્સોઆ અભ્યાસમાં બિલકુલ પણ આગળ ન હતો. તે છતાં પણ તેમણે પોતાના માં-બાપનું સીર ગર્વથી ઊંચું કરી દીધું હતું.
8મિ ફેઈલ છોકરો બની ગયો કરોડપતિ:
જણાવી દઈએ કે આ છોકરો પોતાના સ્કુલ સમયમાં 8 માં ધોરણમાં ફેઈલ થઇ ગયો હતો પણ તે છતાં પણ તે આજે કરોડપતિ બની ગયો છે, સાથે જ આજના સમયમાં મોટી મોટી એવી કંપનીઓ પણ આ છોકરાની ક્લાઈન્ટ છે. તેની ઉંમર માત્ર 23 વર્ષ છે અને તેમણે સ્કુલમાં કઈક ખાસ પ્રદર્શન ન કર્યા બાદ આજે એક ખુબ મોટો મુકામ હાંસિલ કરી લીધો છે.
મોટી કંપનીઓનો છે માંલિક:
મુંબઈમાં રહેનારા ત્રીશનીત અરોરા, જેમનું મન અભ્યાસમાં બિલકુલ પણ લાગતું ન હતું. જેને લીધે તેનો પરિવાર ખુબ પરેશાન રહેતો હતો. ત્રીશનીત એક એથીકલ હૈકર છે. હૈકિંગની મદદથી ત્રીશનીતને જેટલા પણ પૈસા મળ્યા તેમાંથી તેમને પોતાની કંપનીઓ ઉભી કરી ને તેમણે ટૈક સિક્યોરીટી નામની કંપની ઉભી કરી. ટૈક સિક્યોરીટી આજે દેશના ખૂણા ખૂણા સુધી ફેલાયેલી છે. સાથે જ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ પણ તેની ક્લાઈન્ટ છે. સાથે જ આ કંપની સરકારી અધિકારીઓ માટે પણ કામ કરે છે. 8 મી ફેઈલ ત્રીશનીત હૈકિંગ પર ‘હૈકિંગ ટોક વિદ ત્રીશનીત અરોડા’ નામનું એક પુસ્તક પણ લખ્યું છે.
રિલાયન્સ પણ છે ક્લાઈન્ટ:
જો કે બાળપણથી જ ત્રીશનીતને અભ્યાસમાં બિલકુલ પણ મન લાગતું ન હતું પણ તેમને કોમ્પ્યુટરમાં ખુબજ ઇન્ટ્રસ્ટ હતો અને તે પોતાનું વધુ પડતો સમય વિડીયો ગેઈમ રમીને જ નીકાળતો હતો. અભ્યાસમાં બિલકુલ પણ મન ન લાગવાને લીધે તેના પિતાને તેના ફયુચરને લઈને ખુબ જ ટેન્શન રહેતું હતું. એક ઈન્ટરવ્યુંના સમયે ત્રીશનીતે જણાવ્યું કે તે કોમ્પ્યુટરને ખૂબ ચલાવે છે અને આજ કારણથી તેના પાપા રોજ પાસવર્ડ ચેંજ કરે કરે છે અને ત્રીશનીત તે પાસવર્ડને આસાનીથી બ્રેક કરી નાખે છે. તેના લીધે તેના પાપાએ તેને એક નવું પર્શનલ કોમ્પ્યુટર લાવીને આપ્યું હતું.