મૃત્યુ પહેલાં વ્યક્તિને મળવા લાગે છે આ 8 સંકેત, શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

Article link – આ પૃથ્વી પર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ એ એક તદ્દન સત્ય છે, જેને નકારી શકાય નહીં. દરેક માનવી તેના મૃત્યુથી સૌથી વધુ ડરે છે. તેના મૃત્યુ વિશે તેના મગજમાં અનેક પ્રકારની વાતો ચાલતી રહે છે.

શિવપુરાણમાં મૃત્યુનાં સંકેતો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે

દરેક વ્યક્તિ લાંબુ જીવન જીવવા માંગે છે પરંતુ મૃત્યુનો ઉલ્લેખ થતાંની સાથે જ દરેકની આત્મા કંપી ઉઠે છે. દરેક વ્યક્તિ ક્યારે અને કેવી રીતે મૃત્યુ પામશે તે જાણવા માટે ઉત્સુક હોય છે. આજ સુધી આપણે આ સવાલનો જવાબ આપી શક્યા નથી, પરંતુ શિવપુરાણમાં મૃત્યુ પહેલાંના કેટલાક સંકેતો વિશે જણાવવામાં આવ્યું છે.

શિવપુરાણ અનુસાર, એકવાર દેવી પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું, ‘મૃત્યુની નિશાનીઓ શું છે, મૃત્યુ નજીક આવે તે પહેલાં કયા સંકેતો મળે છે’? ત્યારે શિવજીએ માતા પાર્વતીને મૃત્યુ નજીક આવતા કયા સંકેતો દેખાય છે, તેના વિશે જણાવ્યું હતું.

શિવપુરાણ અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિનું શરીર પીળું અથવા સફેદ થઈ જાય છે, ત્યારે આવા માનવીનું મૃત્યુ છ મહિનાની અંદર થવાની ખાતરી છે.

જ્યારે કોઈ વ્યક્તિનું મોં, જીભ, કાન, આંખો અને નાક અચાનક બંધ થવા લાગે છે. આનો અર્થ એ છે કે આવી વ્યક્તિ છ મહિના પછી મૃત્યુ પામે છે.

શિવપુરાણ મુજબ, જો કોઈ વ્યક્તિ સૂર્ય, ચંદ્ર અથવા અગ્નિમાંથી નીકળતો પ્રકાશ જોઈ શકતો નથી, તો તે વ્યક્તિ છ મહિનાથી વધુ જીવતો નથી.

જો કોઈ વ્યક્તિને રંગ ઓળખવામાં તકલીફ પડે છે અથવા અચાનક જ બધું કાળું દેખાવાનું શરૂ કરે છે, તો આવી વ્યક્તિનું મૃત્યુ ખૂબ નજીક હોય છે.

શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનો ડાબો હાથ એક અઠવાડિયા સુધી સતત કાંપે છે, તો તે વ્યક્તિ એક મહિના પછી મરી જાય છે.

શિવપુરાણ મુજબ, જ્યારે કોઈ વ્યક્તિની જીભ ફૂલી જાય છે, દાંતમાંથી પરુ બહાર આવવા લાગે છે અને તબિયત ખરાબ થવા લાગે છે, તો તે વ્યક્તિનું જીવન છ મહિનામાં સમાપ્ત થવાનું છે.

શિવપુરાણમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાણી, તેલ અને અરીસામાં પોતાનો પડછાયો જોઈ શકતો નથી તો આવા વ્યક્તિનું જીવન છ મહિનમાં સમાપ્ત થઈ જાય છે.

શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો પડછાયો પોતાના કરતા જુદો જોવાનું શરૂ કરે છે, તો સમજો કે તે વ્યક્તિનું મૃત્યુ એક મહિનામાં થવાની ખાતરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here