લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો ઘણા લોકો માને છે કે નાગાબાવા બનવું ખૂબ જ સરળ છે, પણ શું તમે જાણો છો કે નાગા બાવા બનવા માટે સારા સારાને પરસેવો છૂટી જાય છે. આજે અમે તમને કહીશું કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ બને છે એક નાગાસાધુ. નાગા બાવા બનવું ખૂબ જ કઠિન માં કઠિન તપ છે. નાગા બાવા બનવાની પ્રક્રિયા સરળ નથી, તેના માટે કઠોર નિયમોનું પાલન કરવું પડે છે.
એક સામાન્ય માણસથી નાગા બાવા બનવા સુધીની સફર ખૂબ જ મુશ્કેલ છે અને ચૂનોતીથી ભરપૂર હોય છે. નાગા બાવા બનતા પહેલા પહેલા સ્વયંનું પિંડદાન પણ કરવું પડે છે. આ ઉપરાંત જે વ્યક્તિ નાગા બાવો બનવા ઇચ્છે છે તેના વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. જેમ કે તે કોણ છે, ક્યાં રહે છે અને શા માટે નાગાસાધુ બનવાની ઇચ્છા છે. સંત સમાજના 13 અખાડામાંથી માત્ર 7 અખાડા જ નાગા બાવાને બનવાની પ્રેરણા આપે છે. એ છે- અટલ, અગ્ની, આનંદ, જુના, મહાજનવાણી, અને નિરંજની અખાડા.
નાગા સદૂ બનવું તે વ્યક્તિ માટે સૌથી પહેલું બ્રહ્મચર્યનું પાલન કરવું અને તેનો સમય 6 મહિનાનો પણ હોઈ શકે છે અને 12 વર્ષ પણ થઈ શકે છે. એ પછી તેને મહાપુરુષ બનાવવામાં આવે છે. એ પછી અખાડાના પુરોહિત તેને તેનું પિંડદાન કરાવે છે. જેનો અર્થ એ કે તે તેના પરિવાર માટે મારી ગયો છે. અને તેને માટીના વાસણો આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન આખડાનો ચોકીદાર બની તેની દેખરેખ રાખે છે. આ પ્રક્રિયા દરમ્યાન અખાડાના સાધુ સંતો તેના લિંગને વૈદિક મંત્ર ના ઝાટકા દઈને નિષ્ક્રીય કરી દે છે.
આ પ્રક્રિયા પછી જ તે નાગા સાધુ બને છે. આ સિવાય તેમને દિવસમાં એક વખત જ જમવાની પરવાનગી આપવામાં આવે છે. અને આ બધૂ જ તે ઘરે ઘરે ભિકક્ષા માંગીને કરતાં હોય છે. હેરાનીની વાત તો એ છે કે તેઓ માત્ર સાત ઘરે જ ભિક્ષા માંગી શકે છે. જો આ ઘરોમાંથી તેમણે કોઈ ખાવાનું નથી મળ્યું તો તેમણે ભૂખ્યું રહેવું પડે છે. આ બાવાઓ કોઈ પણ પ્રકારનાં કપડાં પહેરી નથી શકતા. તેઓ માત્ર ઘેરા રંગનાં કપડાં જ પહેરી શકે છે. અને તે કોઈપણ પ્રકારનો શૃંગાર નથી કરી શકતા. અને તેમના શરીર પર માત્ર ભસ્મ જ લગાવે છે. આટલી કષ્ટિ વેઠીને પણ નાગાબાવા જે બને છે તે ખુશ થાય છે.