નખમાં ફૂગ કે નયા પાકવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવવા કરો આ ઉપાય, આ કામની માહિતી દરેકને શેર કરો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણી વખત ગંદકીના કારણે અથવા વધારે પડતાં ફીટ બુટ કે મોજા પહેરવાને કારણે અથવા પરસેવાને કારણે નખમાં ઇન્ફેકશન લાગી જાય છે, આ ઉપરાંત ઘણી વખત સાબુ કે ડિટર્જનની આડઅસરને કારણે પણ નખ પાકવાની શરૂ થઈ જાય છે. ઘણીવાર સાબુથી કપડા ધોયા પછી હાથ બરાબર સાફ ના થાય તો સાબુ નખમાં લાગી જાય છે, અને નખ પાકવાના શરુ થઇ જાય છે. નખ પાકે છે તેને ફંગલ તરીકે ઓળખવામાં આવે છે.

હાથ-પગમાં ફૂગ થવી એ એક સામાન્ય વાત છે, પરંતુ તે ખૂબ જ ખરાબ દેખાય છે અને જો એકવાર ફંગલ થાય અને તેનો ઈલાજ કરવામાં ન આવે તો તે બીજા નખ પર પણ ઇન્ફેક્શન લાગી જાય છે અને ધીમે ધીમે પરિસ્થિતિ વધી જાય છે પરિણામે નખમાં ચેકો પડાવવો પડે છે અને નખ કાળો પડી જાય છે.

મોટાભાગે વૃદ્ધ લોકોમાં ફંગલ થવાનું પ્રમાણ વધારે હોય છે, પેલા અંગૂઠાની નીચે કે આંગળીની નીચે દુખાવો થાય છે ત્યારબાદ ત્યાં એક પીળા કલરની ફોડલી થાય છે અને ધીમે ધીમે તેમાં પરુ આવવાનું શરૂ થાય છે નખમાં થતાં જ તે ખૂબ જ દુખે છે ઘણી વખત આપણે ડોકટર પાસે જઈએ તો તે ચેકો મૂકીને નખ માંથી  રસી કાઢી દેતા હોય છે.

જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તે લોકોને નખમાં પાકવાના વધારે રહે છે અથવા તો ઘણી વખત ફીટ બુટ પહેરવાથી પણ ફંગલ થવાની શક્યતા વધે છે. રોગને દૂર કરવા માટે નાળિયેર ખૂબ જ ફાયદાકારક છે કારણ કે નારિયેળ તેલમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલા છે નખને ફુગથી દુર રાખવા માટે માટે સૌપ્રથમ લખને બરાબર સાફ કરી દો ત્યારબાદ તેને દિવસમાં ત્રણ વખત નખ પર લગાવવાથી રાહત થાય છે. આ ઉપરાંત આમળાના તેલ પણ ખૂબ જ ફાયદાકારક છે જો નખ પાક્યો હોય તો 10 થી 15 મિનિટમાં જ રાહત થઈ જશે.

નયુ પાક્યું હોય કે ફંગલ દૂર કરવા માટે લસણ પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે જે નખમાં ફૂગ થઇ હોય તેના પર લસણનો રસ લગાવી દસથી પંદર મિનિટ માટે રહેવા દો ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લેવું તરત જ દુખાવો ગાયબ થઈ જશે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તરીકે ઓળખવામાં આવે છે લસણના રસ કાઢીને સફેદ વિનેગર મિક્સ કરી થોડીવાર સુધી આ મિશ્રણમાં નખ ડુબાડી રાખવાથી નખ કાપવા ની સમસ્યા ગાયબ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here