ચેતી જજો, શું તમને પણ નખ ચાવવાની ટેવ છે? આંતરડાથી લઈને કેન્સર જેવા ગંભીર રોગ થઇ શકે છે.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કોઈપણ માણસ ટેન્શનમાં કે ઊંડા વિચારમાં હોય ત્યારે પોતાના મોઢામાં નખ નાખીને ચાવવા લાગે છે ઘણા લોકોને તો આદત પડી જાય છે, જ્યારે નવરા હોઈએ ત્યારે પોતાના નખ ચાવવાની ટેવ પડી જાય છે, અને પછી લાખ પ્રયત્ન કરવા છતાં પણ નખ ચાવવાની ટેવ જતી નથી પરંતુ શું તમે જાણો છો કે નખ  ચાવવાથી ઘણા બધા ગંભીર રોગો પણ થઈ શકે છે, આ નખ ખાવાથી ઘણા બધા રોગ થાય છે તો ચાલો આજે આપણે જાણીએ કે નખ ખાવાથી કેવા કેવા પ્રકારના ગંભીર રોગ થાય છે.

નખની અંદર  ઘણાબધા જીવાણું હોય છે જ્યારે આપણે તેને મોઢામાં નાખે છે ત્યારે તે જીભ દ્વારા પેટમાં જાય છે, અને આપણા આરોગ્યને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત નખ ચાવવાથી પેટને લગતાં ઘણી બધી સમસ્યા થઈ શકે છે, પાચનતંત્ર પણ ખરાબ થઈ શકે છે, અને પેટમાં ગરબડ થવાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે.

આ ઉપરાંત ઘણી વખત આપણે નખ ચાવવા હોઈએ છીએ ત્યારે નખની આજુબાજુ ત્વચાને નુકસાન પહોંચી જાય છે, અને નખની આજુબાજુની ચામડી લાલ થઈ જાય છે, ઘણી વખત તો ખૂબ નષ્ટ થવાને કારણે લોહી પણ નીકળી જાય છે. જેના કારણે ત્વચાનો ઇન્ફેક્શન થાય છે. જ્યારે આપણે નખ ચાવતા હોઈએ છીએ ત્યારે થોડાક નખના ટુકડા પેટમાં જાય છે, અને જે આંતરડામાં ચોટી જાય છે, અને નખ ચાવવાથી આંતરડાનું કેન્સર થવાની પણ શક્યતા વધી જાય છે.

આપણે જોયું છે કે મોટા ભાગે લોકો વધારે ટેન્શનમાં હોય ત્યારે નખ ચાવતા હોય છે, નખ ચાવવાથી ઘણી વખત દાંત માં ફસાઈ જાય છે અને દાંતમાં કાણા પડી જાય છે અથવા તો ચડી જાય છે, જો તમે પણ નખ ચાવવાની ટેવથી પીડાતા હોય અને તમે નખ ચાવવાની આદત છોડવા માંગતા હોય તો અમે આજે તમને કેટલાક ઉપાયો બતાવશો જેના કારણે તમે નખ ચાવવાની ટેવ ને જોઈ શકો છો.

જો નખ ખાવાની ટેવ હોય તો રોજ સવારે 20 મિનિટ સુધી યોગા કરો, યોગા કરવાથી મન શાંત થઈ જાય છે અને નખ ચાવવાની આદત છૂટી જાય છે. આ ઉપરાંત તમે નખ નેનપોલીસ અથવા તો તેલ લગાડી દો એટલે તમે નખ ચાવવાની ટેવ છોડી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here