નકામાં લાગતા આ બીયા સાંધાના દુખાવાને અને ડાયાબીટીસને કાયમી દુર કરશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આમલી ને જોતા જ બધા ના મોઢામાં પાણી આવી જાય છે. આમલીના કાચા કાતરા દરેક લોકોને પસંદ હોય છે. અને પાકી આમલી તો સ્વાદમાં ખાટી-મીઠી  લાગે છે એટલે જ દરેક લોકો તેને ખાવાનું પસંદ કરે છે, આ ઉપરાંત ભોજનમાં આમલીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે પણ કરવામાં આવે છે. આ સિવાય આમલીને એક દવા તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આમલીના આંબલીયા એટલે કે આમલીના બીજમા ઘણા બધા ઔષધીય ગુણો રહેલા હોય છે, તે શરીરની ઘણી બધી સમસ્યાઓને કાયમ માટે દૂર કરે છે.

આમલીના બીજ કેલ્શિયમ અને ખનીજ થી ભરપૂર હોય છે, તેના કારણે હાડકા મજબૂત બને છે. અને સાંધાની સમસ્યાઓમાં થતી નથી. પહેલાના સમયમાં સ્ત્રીઓ આંબલીયા ખાતા હોવાથી તેને સાંધાનો દુખાવો નહોતો થતો. સ્ત્રીઓના શરીરમાં કેલ્શિયમ ઓછું થવાની શક્યતા વધારે હોય છે, અને તેના કારણે હાડકાં નબળા પડી જાય છે. પરંતુ જ દરેક મહિલાઓ આમલીના બીજ ખાવાનું શરૂ કરી દે તો હાડકાને લગતી કોઈપણ બીમારી આવતી નથી.

આમલીના બીજ માં વિટામીન સી, વિટામીન બી, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા અનેક ગુણો રહેલા હોય છે. જે શરીરની ગંભીર બીમારીઓમાંથી બચાવી પણ શકે છે, જે લોકો ડાયાબિટીસથી પીડાતા હોય તે લોકો માટે આમલીના બીજ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. લોહીમાં રહેલા વસાના કણોને આમલીના બીજ દૂર કરે છે એટલે ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. ડાયાબીટીસ ના દર્દીઓએ ખાસ આંબલીના બીજનું સેવન કરવું જોઈએ.

મોટાભાગની સ્ત્રીઓને પીઠના દુખાવાની સમસ્યાથી પીડાતી હોય છે. અને તેમાંપણ ગર્ભાવસ્થા દરમ્યાન આ સમસ્યા વધી જાય છે. આ પીઠના દુખાવાથી બચવા માટે આમલીના બીજ એ એક સર્વશ્રેષ્ઠ દવા છે. આ ઉપરાંત વજન ઘટાડવા માટે પણ આમલી ના બીજ ખૂબ જ ઉપયોગી છે. અને શરીરને સુંદર અને સુડોળ બનાવવા માટે આમલીના બીજના પાઉડરનું રોજ સેવન કરવું જોઈએ.

આંબલીયા હાઈપરટેન્શન ને કાબુ માં રાખી ને લોહીનો પ્રવાહ જાળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત આમલીના બીજ રોગપ્રતિકારક શક્તિ પણ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જે લોકોને આંબલીયા ખાવાની આદત હોય છે તે લોકો ને કયારેય લોહી ગંઠાતું નથી. એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોવાથી તેને કોઈપણ ચેપ કે એલર્જી પણ લાગતી નથી.

ત્વચા પર કોઈ પણ પ્રકારની ઈજા કે બળતરા થઈ હોય તો આમલીના બીજ નો પાવડર ખુબજ ઉપયોગી છે. આ ઉપરાંત જે લોકોને પેટના અલ્સરને બીમારીથી પીડાતા હોય છે, તે લોકો માટે આમલીના બીજ ખૂબ જ ફાયદાકારક ગણાય છે, કારણ કે આમલીના બીજમાં પોલિફેનોલ્સ સંયોજનો હોય છે, જે પેટના અલ્સર સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. અને અલ્સર ના વિકાસ ને રોકવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here