નારિયેળના છાલાને નકામા સમજીને ફેંકી દ્યો છો? હરસ-મસા, વાળ માટે ખુબ જ ઉપયોગી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ભારતમાં નારિયેળનો ઉપયોગ ધાર્મિક કાર્યમાં કરવામાં આવે છે. મોટાભાગે કોઈપણ ધાર્મિક કાર્ય કરતા પહેલાં તેને રાખવામાં આવે છે. નારિયેળને શુભ ફળ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને તેનો પ્રસાદ તરીકે વેચવામાં આવે છે. પરંતુ જ્યારે આપણે નાળિયેર નો ઉપયોગ કરીએ છીએ ત્યારે નાળિયેરના છોતરાને ફેંકી દઈએ છીએ. અને તેની અંદર રહેલ મલાઈનો ઉપયોગ જ કરે છે. જો તમે પણ નાળિયેરના છોતરા ફેંકી દેતા હોય તો પહેલા એક વખત જરૂર જાણો.

નાળિયેરના છાલાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ કરવામાં આવે છે. આ ઉપરાંત આ વૃક્ષને સારી રીતે વાવવા માટે પણ કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે નારિયેળના છાલાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

વધારે પડતું તીખું અને તળેલું ખાવાને લીધે ઘણી વખત હરસ-મસાની સમસ્યા ઊભી થાય છે. અને ઘણી વખત પ્રયત્ન કરવા છતાં પણ આ મસાની તકલીફ દુર થતી નથી અને લોહી પડવાનું શરૂ થઈ જાય છે. અને દુખાવો પણ ખૂબ જ થાય છે. જો તમને પણ વર્ષો જુના મસા ની તકલીફ હોય તો તેનાથી કાયમી છુટકારો મેળવવા માટે નાળિયેરના છોતરાનો ઉપયોગ કરી શકો છો.

નાળિયેરના છોતરામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, નાળિયેરના છોતરાનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ નાળિયેરના છોતરાને સળગાવીને તેનો પાવડર તૈયાર કરો. ત્યારબાદ મોળી છાશ કે દહીં સાથે એક ચમચી નાળિયેરના છોતરા નો પાવડર મિક્સ કરીને પીઓ. એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે આ પાવડર પીવો છો ત્યારે એક કલાક પહેલા તે એક કલાક પછી કંઈ પણ ખાવું નહીં. આ ઉપાય કરવાથી માત્ર ત્રણ દિવસમાં જ મસાની તકલીફ દૂર થઈ જાય છે.

નાળિયેરના છોતરાનો ઉપયોગ ડાઈ તરીકે પણ કરી શકો છો. ઘણી વખત આપણે નાળીયેરના છોતરાને ઉપયોગ કરીને ફેંકી દેતા હોય છે. પરંતુ આપણે તેનો ઉપયોગ ડાઈ તરીકે પણ વાપરી શકે છે, તે માટે એક લોખંડની કડાઈમાં એક થી બે નાળિયેરના છોતરા લઈને તેને સળગાવી લેવો. જ્યારે તેને તે સળગી જાય અને ઠંડુ થઈ જાય પછી તેનો પાવડર બનાવી લો. આ પાવડર માં બે ચમચી સરસિયાનું તેલ નાખીને તમે ડાઈ તરીકે ઉપયોગ કરી શકો .છો આમ કરવાથી નેચરલ તમે વાળને સુંદર બનાવી શકો છો.

દાતની તકલીફ કે પેઢાને નો દુખાવો થતો હોય તો પણ આ નાળીયેરના છોતરા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નાળિયેરના છોતરાને સળગાવી તેના તેનો પાવડર બનાવી તે પાવડરને હાથે લઈ હળવા હાથે દાંતને મસાજ કરવાથી દાંત નો દુખાવો ગાયબ થઈ જાય છે.

તમને કોઈપણ જાતની ઈજા કે મચકોડ કે સોજો થયો હોય તો નાળિયેરના છોતરા નો પાવડર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે માટે દુખાવો થતો હોય ત્યાં  છોતરાનો પાઉડર અને હળદર મિક્સ કરીને લગાવવાથી તરત જ સોજો ઓછો ઉતરી જાય છે.

ઘણીવખત આપણે ઘરમાં નાનો કુંડામાંથી છોડવા વાવતા હોય તો તે ઉગતો નથી. તો ઘરમાં છોડને ઉગાડવા માટેના છાલાનો પાવડર બહુ જ ફાયદાકારક છે. તેને માટીમાં નાખીને છોડ ઉગાડવાથી તેતર દુખી જાય છે કારણ કે આ માટીને પોચી રાખવા માટે ઉપયોગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here