જરૂર જાણો ઘી કેટલા રોગો મટાડી શકે છે.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

જરૂર જાણો ઘી કેટલા રોગો મટાડી શકે છે.

ઘી નું સેવન આમ તોર પર બધા જ કરતાં જ હોય છે તો આજે જાણી લ્યો ઘી થી થતા ફાયદાઓ ઘીમા ભરપૂર માત્રામાં પોષક તત્વો અને રસાયણો હોય છે. તદ્ઉપરાંત તેમાં ચરબી અને વિટામિન પણ વિપુલ માત્રામાં હોય છે. ઘી ખાવાથી શરીર બળવાન બને છે તથા આંખો તેજસ્વી બને છે. ઘી ના મુખ્ય બે પ્રકાર છે એક વનસ્પતિ ઘી અને બીજું દેશી ઘી. વનસ્પતી ઘી અલગ-અલગ વનસ્પતિઓ માંથી તૈયાર કરવામાં આવે છે, અને જ્યારે દેશી ઘી દહીંને વલોવી તેમાથી માખણ બને છે અને પછી માખણ ને ગરમ કરીને ઘી બનાવવામાં આવે છે. ભેંસ ના ઘી કરતા ગાયનું ઘી શ્રેષ્ઠ હોય છે. ઘી પેટ નો દુખાવો, શ્વાસની તકલીફ, ચામડીની તકલીફો, માથાનો દુખાવો, શારીરિક નબળાઈ, ક્ષય રોગ, મોઢાનાં ચાંદા તેમજ પીત્ત જેવી બીમારીઓમાં ખૂબ જ લાભકારક છે. આ સિવાય પણ ઘી અનેક રોગોમાં ખૂબ જ લાભકારક છે જેવા કે…

1 . ચામડી ફાટી ગઈ હોય તો તેના પર ઘી લગાડવાથી તાત્કાલિક રાહત મળે છે અને વાગ્યા ઉપર ઘી લગાડવાથી ઝડપથી રૂઝ આવે છે.

2. જો મોઢામાં ચાંદા પડ્યા હોય તો આખી રાત તેના ઉપર ઘી લગાડી રાખવાથી દુખાવામાં ખૂબ જ રાહત થશે તેમજ ચાંદા ઝડપથી મટી જશે.

3. દરરોજ દિવસમાં પાંચ વખત દેશી ગીત સૂંઘવાથી આધાશીશીનો દુખાવો જડમૂળમાંથી ખતમ થઇ જાય છે.

4. ચહેરા પરના ડાઘ-ધબ્બા અને કરચલીઓ ઓછી કરવા રાત્રે સુતા પહેલા ચેહરા પર દેશી ઘીનું માલિશ કરીને સુઈ જવું અને સવારે ઊઠીને હુંફાળા પાણીથી મોઢુ સાફ કરવું.

5. ગાયના ઘીનું આખા શરીરે માલિશ કરવાથી શરીરમાં રહેલો દુખાવો, થાક, તાવ તેમજ તણાવ દૂર થાય છે.

6. ગાયના ઘીમાં થોડું સિંઘવ મીઠું નાખીને સૂંઘવાથી સતત આવતી હિચકીઓથી તરત જ છુટકારો મળે છે.

7. માથા પર હળવા હાથે ઘી નું માલિશ કરવાથી માથાનો દુખાવો ચોક્કસ દૂર થાય છે.

8. એક ચમચી ઘીમાં એક ચમચી તલ નો પાવડર નાખીને દરરોજ સવારે નરણા કોઠે ખાવાથી હરસ-મસામાં રાહત મળે છે.

9. દરરોજ સવારે ઘીમાં ખાંડ અથવા ગોળ ભેળવીને ખાવાથી શરીર હષ્ટપુષ્ટ અને શક્તિશાળી બને છે.

10. ઘીમાં થોડી ખાંડ તેમજ થોડો મરીનો પાઉડર ઉમેરીને ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.

11. ઘી ખાવાથી તેમજ માથા ઉપર દરરોજ તેનું માલિશ કરવાથી યાદ શક્તિ માં વધારો થાય છે.

12. આતરડા ને મજબૂત બનાવવા તેમજ કફ દુર કરવા માટે ગરમ દૂધમાં ઘી ભેળવીને પીવું.

13. ઘી અને દેશી ગોળ સરખી માત્રામાં લઈ જ્યાં સુધી ગોળ પીગળે નહીં ત્યાં સુધી તેને ગરમ કરો અને પછી જેવું ઠંડું પડે એટલે ધીમે ધીમે ચાટી જાવ આમ કરવાથી શ્વાસ અને ઉધરસમાં રાહત થાય છે.

14. ફાટેલા હોઠ તેમજ ફાટેલી પેની ઉપર દેશી લગાડવાથી ખૂબ જ લાભ થાય છે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

Previous articleઈંડા વગરની વેનિલા કેકની ઈઝી રેસિપિ
Next article‘કાજુ કરી’ બનાવો અને પરિવારનું દિલ જીતો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here