લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે.જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે.
પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે. માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.
માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાંથી લોકો આવતા હોય છે.
હાલમાંજ ભક્ત પોતાની રાખેલી માનતા પૂરી કરવા માટે માં મોગલના દરબારમાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે આ યુવક અમદાવાદથી કચ્છના કબરાઉ ધામ આવ્યો હતો. તેનું નામ ચિરાગભાઈ છે.
તેમને માનતા રાખી હતી કે, તેમની 50 હજાર પગાર વાળી નોકરી છૂટી ગઈ હતી અને છ મહિના સુધીનો સમય વિતી ગયો છતાં નોકરી મળતી ન હતું તો પણ એટલે આ યુવકે માં મોગલના પરચો વિશે સાંભળ્યું હતું. એટલે યુવકે માં મોગલની માનતા રાખી હતી કે મારી છૂટી ગયેલી નોકરી અઠવાડિયામાં જ પાછી મળી જવી જોઈએ. પછી થયું એવું કે માત્ર બે દિવસમાં જ નોકરી મળી ગઈ હતી.
પછી ભક્તને મણીધર બાપુએ કહ્યું કે મોગલ માં પર વિશ્વાસ હતો એટલે જ તારી માનતા પૂરી થઈ છે, આ કોઈ ચમત્કાર નથી કે અંધશ્રદ્ધા નથી. ત્યારબાદ ભક્તે મણીધર બાપુના ચરણોમાં પૈસા ધર્યાં તો બાપુએ કહ્યું આ પૈસા તમે તમારી દીકરીઓને આપી દેજો માતાજીએ તમારી પાંચ ગણી માનતા સ્વકારી લીધી છે.
આવા જ એક બીજા પરચા વિશે વાત કરીએ તો થોડા સમય પહેલા એક વ્યક્તિ પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો, તેણે એવી માનતા માની હતી કે તેના દીકરાને સારી નોકરી મળી જશે તો તે 51 રૂપિયા મા મોગલના ચરણોમાં અર્પણ કરશે.માનતા રાખ્યાના થોડાક જ દિવસોમાં દીકરાને સારી નોકરી મળી ગઈ એટલે તેઓ માં મોગલ ના દર્શન કરવા માટે અને તેમની માનતા પૂરી કરવા માટે મોગલધામ આવ્યા હતા.
ત્યારે તે વ્યક્તિએ માનતા ના 51 રૂપિયા મણીધર બાપુને આપ્યા અને બાપુને કહ્યું કે બાપુ મારી માનતા પૂરી થઈ ગઈ અને હું મારી માનતા પૂરી કરવા માટે આવ્યો છું.વધુ માં કહ્યું કે માં મોગલની કૃપાથી મારા દીકરાને નોકરી લાગી છે. મારી ખાલી આ એકજ માનતા હતી ત્યારે બાપુએ 51 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને કહ્યું કે આ પૈસા તારી બેનને આપી દે જે માં મોગલ તારી બધી જ મનોકામના પૂરી કરશે.
માં મોગલ ભાવની ભૂખી છે પૈસાની નહીં. માં મોગલ પર વિશ્વાસ રાખજો માં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. માતા મોગલના પરચા અપરંપાર છે.ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે.આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે. માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે. કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે.