આવી રહી છે નવી દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર: આ 10 રંગોમાં ઉપલબ્ધ હશે ઈલેક્ટ્રિક સ્કૂટર, ફોટો જોઈને હટશે નહીં તમારી નજર

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની આજકાલ ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે દરરોજ નવા અપડેટ્સને કારણે તે ગ્રાહકોનું ધ્યાન પણ આકર્ષિત કરી રહ્યું છે. કંપનીએ તેના લોન્ચિંગ ઇ-સ્કૂટરનો રંગ લોકો સમક્ષ રજૂ કર્યો છે. આ સ્કૂટર કુલ 10 કલરના ઓપ્શનમાં ખરીદી શકાય છે. હવે તેના રંગને ધ્યાનમાં રાખીને તમે બુકિંગ કરી શકો છે. તમે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને તેની વેબસાઇટ પર જઈને બુક કરી શકો છો.

ઓલા ઇલેક્ટ્રિકના સીઈઓ ભાવિશ અગ્રવાલે ટ્વિટર પર કલર અને ઓપ્શન માટેની જાણકારી આપી અને ટ્વિટ કર્યું, “ઈ-સ્કૂટર પેસ્ટલ રેડ, પેસ્ટલ યલો, પેસ્ટલ બ્લુ, મેટાલિક સિલ્વર, મેટાલિક ગોલ્ડ, મેટાલિક પિંક, મેટ બ્લેક, મેટ બ્લુ, મેટ ગ્રે માં જોવા મળશે. ઓલા ઇલેક્ટ્રિકે આજે એક વીડિયો શેર કર્યો છે જેમાં ઇ-સ્કૂટરના તમામ 10 રંગો જોઈ શકાય છે.
શનિવારે 17 જુલાઈએ કંપનીએ કહ્યું હતું કે બુકિંગ શરૂ થયાના 1 દિવસમાં 1 લાખથી વધુ ઇ-સ્કૂટરના ઓર્ડર આવી ગયા છે.

કંપનીએ કહ્યું કે તે ક્લાસ લીડિંગ સ્પીડ, સૌથી મોટું બૂટ સ્પેસ, વધુ સારી રેંજ અને ઘણા ફર્સ્ટ ઈન ક્લાસ ફીચર્સ સાથે આવશે. કિંમતોનું પણ ધ્યાન રાખવામાં આવશે જેથી તે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી શકે. તેની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે સ્કૂટરના અંતિમ ભાવની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ઓલાએ કહ્યું કે તેમાં ઓટોમેટિક રૂટિંગ ફિચર્સ હશે. જેનાથી રસ્તામાં ચાર્જિંગ સ્ટેશન વિશે માહિતી મળશે. સંપૂર્ણ ઓટોમેટિક સ્માર્ટ ચાર્જિંગ સિસ્ટમ પણ હશે. જેથી ચાર્જ કરવા માટે કોઈ કાર્ડ અથવા રોકડની જરૂર ન પડે. તેની સાથે એક એપ પણ કનેક્ટેડ હશે જે ચાર્જિંગ પર નજર રાખશે.

15 જુલાઇએ ઓલાએ જાહેરાત કરી હતી કે તમે ફક્ત 499 રૂપિયા આપીને બુક કરાવી શકો છો. અને કોઈ પણ સમયે તમે તેનું બુકિંગ રદ કરી શકો છો. કંપનીએ કહ્યું કે તેને બુક કરવા માટે ગ્રાહકોએ તેમના ફોન નંબરથી લોગિન કરવું પડશે. ત્યારે તેનાકન્ફર્મેશન માટે ઓટીપી આવશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ, યુપીઆઈ, ઈ વોલેટ અથવા ઓલા મની દ્વારા તેની ચુકવણી કરી શકો છો.

ઓલા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર વાહનોની શ્રેણીની આ પહેલી ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર છે. કંપની તેનો પ્રથમ પ્રોજેક્ટ ભવ્ય રીતે શરૂ કરવા માંગે છે. આ જ કારણ છે કે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તેને વધુને વધુ આરામદાયક બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

Previous articleઓપરેશન દરમિયાન ડૉક્ટરથી દર્દી પેટમાં રહી ગયો કાપડ નો કટકો, છ મહિના પીડાથી તડપ્યા બાદ મહિલાનો ગયો જીવ
Next articleસેક્સલાઇફ કંટાળાજનક હતી એટલે પ્રથમ પતિને છોડી દીધો અને વધારે સુખની આશામાં કર્યા બીજા લગ્ન, પણ પછી ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here