લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
યુએઈ બાદ હવે ઓમાનની રાજકુમારીએ ભારતમાં કથિત ઇસ્લામોફોબીયા સામે મોરચો ચલાવ્યો છે. બે દિવસ અગાઉ, યુએઈની રાજકુમારીએ યુએઈમાં રહેતા ભારતીયોની મુસ્લિમ વિરોધી પોસ્ટ્સ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. જો કે, તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે જૂની મિત્રતા છે અને કેટલાક ઉગ્રવાદીઓને કારણે તેની અસર નહીં થાય. આ આખો વિવાદ શાંત થઈ ગયો હોત કે તે પહેલા ઓમાનની રાજકુમારીએ ભારતમાં મુસ્લિમો પર જુલમનો આરોપ લગાવ્યો હતો અને ચેતવણી આપી હતી.ઓમાનની રાજકુમારી મોના બિન્ત ફહદ અલ સઈદે ટ્વિટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતાં ઓમાન ભારતમાં તેમના મુસ્લિમ ભાઈઓ અને બહેનો સાથે ઉભો છે. જો ભારત સરકાર મુસ્લિમો પરના જુલમ બંધ નહીં કરે તો ઓમાનમાં રહેતા 10 લાખ ભારતીયોને કાઢી મુકવામાં આવશે.હું આ મુદ્દો નિશ્ચિતરૂપે ઓમાનના સુલતાન સમક્ષ ઉઠાવીસ.
એક અન્ય ટ્વીટમાં રાજકુમારીએ લખ્યું કે, મને કહેવામાં આવ્યું છે કે ભારતમાં મુસ્લિમોની પજવણી પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) નો હાથ છે.તેને વર્તમાન સરકારનો પણ સાથ છે.હું યુએન અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોને આરએસએસ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરું છું.
અગાઉ યુએઈની રાજકુમારીએ ત્યાં રહેતા ભારતીયોને ચેતવણી પણ આપી હતી કે મુસ્લિમો સામે ભેદભાવ રાખનારાઓને દંડ ફટકારવામાં આવશે અને દેશમાંથી કાઢવામાં આવશે. યુએઈની રાજકુમારીએ સૌરભ ઉપાધ્યાય નામના ભારતીય શખ્સ દ્વારા મુસ્લિમ વિરોધી ટ્વીટના સ્ક્રીનશોટ શેર કર્યા છે.
યુએઈની રાજકુમારીએ કહ્યું હતું કે યુએઈનો રાજવી પરિવાર ભારતીય લોકોનો મિત્ર જરૂર છે, પરંતુ આવું વલણ સ્વીકાર્ય નથી. અહીં આવનાર દરેક વ્યક્તિને કામના બદલામાં પૈસા મળે છે, અહીં કોઈ મફતમાં નથી આવતું. તમે આ દેશની ભૂમિથી તમારી આજીવિકા ચલાવો છો, જો તમે તેની મજાક ઉડાવશો તો એવું ન વિચારશો કે કોઈનું તમારી તરફ ધ્યાન નહીં હોઈ.
બાદમાં યુએઈની રાજકુમારીએ ભારત સાથે યુએઈની જૂની મિત્રતાનો ઉલ્લેખ કર્યો.તેમણે ટ્વીટ કર્યું, મેં પ્રેમના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું છે નફરતનો ભાર સહન કરવો મુશ્કેલ છે.સમય જતાં આપણે અનુભવીએ છીએ કે જે નફરત કરે છે નફરત તેને જ નુકશાન પહોંચાડે છે આપણે આપણા મનની દુષ્ટતાનો અંત લાવવો પડશે અને આપણી વચ્ચેના તફાવતોને સ્વીકાર કરવો પડશે.
અખાતના દેશોમાં મોટી સંખ્યામાં ભારતીય કામદારો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા ત્યારથી સાઉદી, યુએઈ સહિતના તમામ ગલ્ફ દેશો સાથે ભારતની નિકટતા વધી છે.મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો ત્યારે પણ, બધા અખાતી દેશોએ ભારતને સમર્થન આપ્યું હતું.જો કે છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક સોશિયલ મીડિયા પોસ્ટ્સે કોરોના વાયરસ ચેપ માટે તબલીગી જમાત પ્રોગ્રામ અને મુસ્લિમ સમુદાયને દોષી ઠેરવ્યા છે જ્યારે ઇસ્લામિક સહકાર સંગઠન સહિત ઘણા મુસ્લિમ દેશોએ તેની આકરી ટીકા કરી હતી.
આ જ વિવાદ વચ્ચે ભારતના લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે ભારત મુસ્લિમોનું સ્વર્ગ છે અને તેમના રહેવા માટેના અધિકારનો સંપૂર્ણ સુરક્ષિત છે. યુએઈમાં ભારતીય રાજદૂત પવન કપૂરે પણ ભારતીયોને કડક સૂચના આપી હતી કે, કોઈપણ આધાર પર લોકોમાં ભેદભાવ રાખવો એ બંને દેશોની મૂળ પ્રકૃતિની વિરુદ્ધ છે.
તે જ સમયે, અખાત દેશો તરફથી આવતા સખત પ્રતિક્રિયાઓથી પાકિસ્તાન ખુશ લાગે છે. પાકિસ્તાની મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમો પ્રત્યે ભારતીયોના પૂર્વગ્રહોને કારણે ગલ્ફ દેશો સાથે ભારતના સંબંધો જોખમમાં મુકાયા છે.