લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ભારતના પછાત વિસ્તારોમાં વસતા લોકોને રોજગારી તેમજ ભોજન ની તકલીફો ખૂબ જ ભોગવવી પડે છે. બે ટંક નું પૂરું જમવાનું પણ નસીબ માં નથી હોતું. તેમાં પણ આવા વિસ્તારો માં બાળકોનું શિક્ષણ એ સૌથી મોટો પડકાર છે. આ પડકાર ને પહોચી વળવા સરકારે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી જેથી બાળકોને પૂરું પોષણ અને ભોજન બંને મળી રહે.
સરકારની આ યોજનાને સાથે બીજી એક સંસ્થા પણ છે જે દરરોજના 5,00,000 બાળકોને જમવાનું પૂરું પડે છે. અક્ષય પાત્ર ફાઉંડેશન એક બિન-લાભકારી સંસ્થા છે જે ભારતમાં લાખો અનાદરિત બાળકોને ભોજન પૂરું પડે છે. સરકાર અને સરકાર સહાયિત શાળાઓમાં મધ્યાહન ભોજન કાર્યક્રમ ના અમલીકરણ દ્વારા બાળકોમાં ભૂખમરો અને કુપોષણ એ બે સૌથી અગત્યનાં મુદ્દા છે અને એ મુદ્દાઓને દૂર કરવા આ સંસ્થા પ્રતિબદ્ધ છે.
આ સંસ્થા વિશ્વનું સૌથી મોટું એનજીઓ ચલાવે છે જે આટલું મોટું ફૂડિંગ પ્રોગ્રામ હાથ ધરે છે. અક્ષય પાત્ર નું લક્ષ્ય માત્ર ભૂખ સામે લડવાનું જ નહીં પરંતુ બાળકોને શાળામાં પણ લાવવાનું છે.
કર્ણાટકમાં અક્ષય પાત્ર ના પાંચ સ્થળોએ છ રસોડા છે, જે 2968 શાળાઓમાં 4,86,172 બાળકોને ભોજન પૂરું પડે છે. અક્ષય પાત્ર વર્ષ 2000 માં કર્ણાટકમાં બેંગલુરુ માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને પાછળ થી હૂબલી, મેંગલુરુ, મૈસૂર અને બલ્લારીમાં પણ વિસ્તરણ કરવામાં આવ્યું.
બેંગલુરુ – એચ.કે. હિલ પર ISO પ્રમાણિત રસોડાની વર્ષ ૨૦૦૦ માં સ્થાપના કરવામાં આવી હતી જે હાલમાં 635 શાળાઓમાં 96,635 બાળકોને ભોજન પૂરું પડે છે.
હૂબલી – હૂબલી ખાતેનું આ ISO પ્રમાણિત રસોડુ જુલાઇ ૨૦૦૪ માં સ્થપાયું હતું અને હાલમાં 807 શાળાઓમાં 1,36,111 બાળકોને ભોજન આપે છે.
મેંગલુરુ – ડિસેમ્બર 2004 માં મેંગલુરુ માં અક્ષય પાત્ર દ્વારા આ રસોડુ ચાલુ કરવામાં આવ્યું જે હાલ માં 139 શાળાઓમાં 17,024 બાળકો સુધી પહોચે છે.
મૈસૂર – ઓગસ્ટ 2004 માં મૈસૂરમાં અક્ષય પાત્ર દ્વારા રસોડુ શરૂ કરવામાં આવ્યું જે કુલ 164 શાળાઓમાં 23,450 બાળકોને ભોજન પીરસે છે.
બલ્લારી – જુલાઇ 2006 માં બાલરી ખાતે ISO પ્રમાણિત રસોડાની સ્થાપના કરવામાં આવી. આ ISO પ્રમાણિત રસોડુ હાલમાં 577 શાળાઓમાં 1,11,333 બાળકોને ભોજન પૂરું પડે છે.
બેંગલુરુ (વાસંતપુરા) – કર્ણાટકમાં અક્ષય પાત્ર દ્વારા નવો ઉમેરો બેંગલુરુ ના વાસંતપુરામાં જુલાઇ ૨૦૦૭ માં કરાયો હતો. જે ISO પ્રમાણિત રસોડામાં હાલ 646 શાળાઓમાં 1,01,619 બાળકો સુધી પહોચે છે.