દક્ષિણ ગુજરાતમાં પહેલી ઓપન જેલ સુરતમાં બનાવવામાં આવશે, જેમાં કેદીઓ ટેક્સ્ટાઈલ અને ડાયમંડ નો વ્યવસાય કરી શકશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત ઓપન જેલ બનાવવાની વિચારણા શરૂ થઇ છે. જેલમાં કેદીઓને રહેવાની પૂરી વ્યવસ્થા આવતી નથી, આ રાજ્યની આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરમાં ઓપન જેલ બનાવવાની આયોજન કરવામાં આવી રહ્યું છે. અને જેલના કેદીઓને રોજગારી મળી રહે તે માટે હવે વડોદરા પછી સુરતમાં પણ ઓપન જેલ  બનાવવાની વિચારણા થઈ રહી છે. અને આજીવિકા મળી રહે અને અને કંઈક નવું શીખી શકે તે માટે ઓપન જેલ  બનાવવાનો વિચાર શરૂ છે.

ઓપન જેલની અંદર કેદીઓ ડાયમંડ, ટેક્સટાઇલ, પશુપાલન અને ખેતીને લગતી વ્યવસાય કરી શકશે અને તેવી વ્યવસ્થા કરવામાં આવશે. દિવસે ને દિવસે સુરત જિલ્લા અને હત્યાના કે દિવસે ને દિવસે વધી રહ્યા છે. સુરતમાં હાલમાં આવેલી લાજપોર જેલ ની અંદર 3000 જેટલા કેદીઓ નો સમાવેશ કરી શકાય તેટલી ક્ષમતા છે અને ઘણી વખત લાજપુર જેલ કેદીઓથી ભરાઈ પણ જાય છે તે માટે એક નવું આયોજન કરવાનું વિચારી રહ્યું છે.

સુરત મોટા ભાગે ટેક્સટાઇલ અને હીરાનો વ્યવસાય જાણતા હોય છે એટલે આ એક માહિતી મુજબ સુરતમાં કેદીઓ ડાયમંડ ને લગતા હોય છે હવે સુરત ઓલપાડ વિસ્તારમાં સરકારી જમીન પર ઓપન જેલ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી મળતી માહિતી પ્રમાણે જમીનની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ડાયમંડ અને એમ્બ્રોડરી મશીન, પાવરલૂમ્સ, પશુપાલન અને ખેતી ને લગતા ઘણા બધા વ્યવસાય ઉભા કરવામાં આવશે.

જેલમાં કેદીઓ પોતાની આજીવિકા પણ વિકાસ કરી શકશે. અગાઉ વડોદરામાં પણ આવી એક સુવિધાવાળી જેલ ઉભી કરવામાં આવી છે. જેમાં મેડીટેશન હોલ, ઓપન થિયેટર, યોગા હોલ, કિચન, ઇન્સ્ટોલ, લાઇબ્રેરી બધી સુવિધાઓ આપવામાં આવી છે. ભારતમાં અંદાજે કુલ ૬૩ જેટલી ઓપન જેલ છે અને રાજસ્થાનમાં સૌથી વધારે 29 છે.

ઓપન જેલ કરવાનો મુખ્ય હેતુ ખુલ્લી જેલના કેદીઓ નું વર્તન જો સારું હોય અને તેઓ સમાજમાં સારી રીતે ભય વિના રહી શકે તેમ હોય તો સમાજ રહી શકે તેમ હોય તો તેના માટે નિર્ણય કરવા માટે બેસ્ટ ઓપ્શન આપવામાં આવે છે. આ ઉપરાંત ઓપન જેલમાં પરિવારના સભ્યો મળવાની પણ તક મળે છે શહેરમાં કેદીઓને રહેવાની પૂરી વ્યવસ્થા હોતી નથી એટલે એક બીજા કેદીઓ પણ ખરાબ વર્તન પણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here