રાત્રે સુતી વખતે પગ કળતા હોય તો અપનાવો આ બેસ્ટ દેશી ઉપાય, 100% કાયમની શાંતિ થઇ જશે.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ખાસ કરીને ગૃહિણીઓમાં આખો દિવસ દોડધામ અને કામ કરીને છેલ્લી રાત્રે જયારે પથારીમાં પડીએ ત્યારે પગની પિંડી જકડાઈ જાય છે અને કળવા લાગે છે. પગ કળવાને કારણે ઘણી વખત સારી ઊંઘ પણ આવતી નથી. તેને લેગ ક્રેમ્પસ કહે છે. આ એક સામાન્ય બીમારી છે. આ સમસ્યામાં થોડા સમય માટે પગ કળવાના શરૂ થાય છે અને જેવા હલનચલન કરીએ તો તરત જ સારું થઈ જાય છે. પરંતુ જે આ થોડા સમય માટે દુખાવો થતો હોય તો તે ઊંઘ ખરાબ કરી નાખે છે. અને ઊંઘ પણ સારી આવતી નથી. જો તમને પણ પગ કળવાની બીમારીથી પીડાતા હોય તો આ આ ઉપાયો જરૂર અપનાવો.

રાતના સમયે જો પગ કળતા હોય તો શરીરમાં પોટેશિયમ, સોડિયમ કે કેલ્શિયમ જેવા તત્વો ની ઊણપ હોઈ શકે છે. વધારે પડતું કામ કરવાને કારણે માંસપેશીઓ થાકી જાય છે, અને ઘણી વખત તો કસરત કરવાને કારણે પણ માંસપેશીઓ થાકી જાય છે, એટલે રાત્રે સૂતી વખતે પગ કળતા હોય છે. જે વ્યક્તિને પગમાં ક્રેપ્સ થતા હોય તે લોકોએ સિંધાલુણ મીઠું નો ઉપયોગ કરવો જોઈએ.

જો પગમાં બળતરા થતી હોય તો ગરમ પાણીમાં બે ચમચી સિંધાલૂણ મીઠું નાખી થોડા સમય માટે હાથ અને પગને તેમાં ડુબાડી રાખવાથી પગમાં થતી બળતરામાં રાહત થાય છે. અને ધીમે ધીમે કાયમ માટે થતી બળતરા બંધ થઈ જાય છે.
મોટાભાગે રાત્રે પગ કળવાનું કારણ ડિહાઈડ્રેશન હોય છે. ઘણી વખત દિવસ દરમ્યાન આપણે કામમાં વ્યસ્ત હોવાને કારણે પાણી પીવાનું ભુલાઈ જાય છે. જેના કારણે લેગ ક્રેમ્પ્સ થવાનું સમસ્યા ઉદભવે છે. શરીરમાં ઓછા પાણીને કારણે માસપેસી પર વધારે પડતું દબાણ આવે છે અને તેના કારણે જ રાત્રે પગ કળે છે.

જો પગમાં સોજો કે બળતરા થતી હોય તો દુધી ખૂબ જ ફાયદાકારક ગણાય છે. દૂધીનો રસ કાઢીને તેના પલ્પને પગના તળિયા પર લગાવવાથી પગમાં થતી બળતરા કે સોજો તરત જ મટી જાય છે. કારેલાનો રસ પણ પગની બળતરા માં ખુબ જ ફાયદાકારક છે. કારેલાના રસને પગના તળિયે લગાવવાથી બળતરામાં રાહત થાય છે. જે વ્યક્તિને રાતે સૂતી વખતે પગ પડતાં હોય તે લોકો માટે લવિંગનું તેલ ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

શરીરમાં કોઈપણ સાંધાના કે હાથ પગના દુખાવામાં લવિંગનું તેલ એ રામબાણ ઈલાજ છે આ લવિંગના તેલને માલીશ કરવાને કારણે માંસપેશીઓને આરામ મળે છે અને દુખાવો તરત જ મટી જાય છે. જો પગ રાત્રે પથારીમાં સૂતી વખતે પગ બહુ કળતા હોય તો પગને સ્ક્રેચ કરવાથી પગ એક મિનિટમાં જ મટી જાય છે અને ઊંઘ પણ સારી આવવા લાગે છે. પગને સ્ક્રેચ કરવાને કારણે 90 ડિગ્રીએ ઊંચા કરવા આ ઉપરાંત ઊંઘ સારી આવે. આ ઉપરાંત આ દીવાલ ની બાજુમાં ઊભા રહીને પંજાને દીવાલ સાથે અડાડીને ખેંચવાથી પણ સ્ક્રેચ થાય છે અને પગ કળતા મટી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here