લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મોગલ માં ના પરચા ખૂણે ખૂણે ફેલાયેલા છે. મોગલ માં ના ભક્તો માતાના દર્શન માત્રથી કૃતાર્થ થઈ જાય છે. હજારો લોકો દૂર-દૂરથી માતાના દર્શન કરવા માટે આવે છે. કબરાઉ સ્થિત મોગલ માં ના મંદિરે હજારો લોકો રોજ આવે છે એવું કહેવાય છે કે મોગલ માં ના દર્શન માત્ર થી જ દરેક દુઃખ દૂર થયા છે.
મોગલ માં પોતાના ભક્તો ને ક્યારેય દુઃખી જેવા નથી માંગતી. તે પોતાના ભક્તો ની વારે અચૂક આવે છે. મોગલ માં એ હજારો ભક્તો ને પરચા બતાવ્યા છે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવાના છીએ.
થોડા સમય પહેલા માં મોગલ ના દર્શન કરવા માટે એક દંપતી આવે છે. જ્યારે તેને મણીધર બાપુ એ પૂછવામાં આવે છે કે તમારે શું માનતા માનેલી હતી ત્યારે મહિલા એ જણાવાયું કે મને વર્ષો થી ખૂબ જ પગ દુખતા હતા. લાખો રૂપિયાની દવા લીધી તેમ છતાં પગના દુખાવામાં કોઈ પણ જાતની ફરક પડતો ન હતો.
અને મહિલા એ જણાવ્યું કે હું દવા લઈ ને થાકી ગઈ હતી, તેમ છતાં કઈ પણ ફેર પડતો ના હોવાના કારણે મે માં મોગલ ને યાદ કર્યા અને માનતા રાખી કે જો મારા પગ દુખતા બંધ થઈ જશે તો હું ચાલીને કબરાઉ મોગલ માં ના દર્શને આવીશ, અને 5100 રૂપિયા માં ના ચરણો મા અર્પણ કરીશ.
અને બીજા દિવસે જ ચમત્કાર જોવા મળ્યો. મહિલાને દુખાવો દૂર થઇ ગયો અને તેની માનતા પૂરી કરવા પોતે ચાલીને મોગલધામ આવ્યા અને પોતાની માનતા પૂરી કરવા માટે તે આવ્યા. ત્યારબાદ બાપુ એ તેમાંથી એક રૂપિયો તેને આપ્યો અને કહ્યું કે માં ના આશીર્વાદ સદાય તમારી સાથે છે તે પોતાના ભક્તો ને ક્યારેય દુઃખી જોઈ શકતી નથી. માં તો ભાવ ની ભૂખી હોય છે તેના દર્શન કરવાથી દરેક દુઃખ દર્દ દૂર થઈ જાય છે.