પંખાની સ્પીડ ઓછી હોય તો કરો આ કામ, ઇલેક્ટ્રિશિયન ને બોલવાની જરૂર નથી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થતી જાય છે. ઉનાળાની શરૂઆત થતાં જ લોકો ગરમી અને લૂ થી પરેશાન થઈ જાય છે, અને ગરમીથી બચવા માટે લોકો પંખો અને કુલર,એસીનો ઉપયોગ કરતા હોય છે. ઘણી વખત ગરમીથી બચવા માટે આખો દિવસ પંખો ચાલુ રાખવો પડે છે. પરંતુ ઘણી વખત આખો દિવસ પંખો ચાલુ રાખવાથી પણ સારો પવન આવતો નથી અને ગરમીથી પરેશાન રહેવું પડે છે.

આખો દિવસ પંખો રાખવા છતાં પવન આવતો નથી અને ગરમી લાગે છે, ઘણીવાર તો પુરતો વોલ્ટેજ હોય તો પણ હવા આવતી નથી અને વીજળીનો વ્યય થાય છે તે માટે પંખાને રીપેર કરાવવો પડે છે. જો પંખો શરુ હોય અને તેમ છતાં ઘણી વખત પંખા નો પવન ન આવતો હોવાને કારણે ગરમીથી પરેશાન થવું પડે છે, અને તેને રીપેર કરાવવા માટે આપણે ઇલેક્ટ્રિશિયન ને ફોન કરીએ છીએ અને પંખો રીપેર કરવા માટે બોલાવીએ છીએ.

પરંતુ આજે અમે તમને એક એવી માહિતી આપવાના છીએ કે હવે તમારે ઇલેક્ટ્રિશિયન ને બોલવાની જરૂર નથી અને ગરમીમાં પંખો પણ ફૂલ હવા ફેકશે આ ઉપરાંત વીજળીનું બિલ પણ ઓછુ આવશે. પંખાના પાંખીયા હવાને કાપવાનું કામ કરે છે પંખો દબાણ ઉત્પન્ન કરે છે અને હવાને આપણી બાજુ ફેકે છે એટલે આપણને પવન આવે છે. પંખા ના પાંખીયા નો આગળ નો ભાગ થોડો વળેલો હોય છે એટલે આપણને હવા ફેંકે છે.

ઘણી વખત પંખાના આગળના ભાગમાં ધૂળ કે માટી લાગી જાય છે અને પંખો બરાબર કામ કરતો નથી. ધૂળ લાગી જવાને કારણે ત્યાં વધારે જાડુ પડ થઇ જાય છે અને પંખો ભારે ચાલવા લાગે છે, અને પંખાની હવા  ફેંકવી મુશ્કેલ બની જાય છે. આમ કરવાથી પવન આવતો નથી અને મોટર પર દબાણ આવવાને કારણે વીજળીનું બિલ પણ વધારે આવે છે.

જો પંખો બરાબર કામ ન કરતો હોય તો પંખાના પાંખીયાને ભીના કપડાથી બરાબર સાફ કરી લેવો, જ્યારે આપણે સાફ કરતા હોઈએ છીએ ત્યારે પંખાના પાંખીયા પર વધારે દબાણ ન આપવું નહીં તો તે સ્પીડ વધવાને બદલે ઘટી જશે. આ ઉપરાંત હવા વધારે આપશે અને બીલ ઓછો આવશે કારણ કે પાંખીયાનો ભાર ઓછો થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here