લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
પરિવારમાં કોઈ નાના બાળકનું આગમન થવાનું હોય તો આખો પરિવાર ખૂબ જ ખુશ થઇ જાય છે. અને તેના આગમનની રાહ જોતો હોય છે પરંતુ આજે અમે તમને એક એવા સમાચાર આપવાના છીએ કે પરિવારમાં એક દીકરાનો જન્મ થયો તે આખો પરિવાર ખૂબ જ ખુશ થઇ ગયો હતો. પરંતુ બાળકના પિતા ખૂબ જ ગુસ્સે થયા હતા અને તેને આ બાળકની માતાની હત્યા કરી નાખી.
આ ઘટના પંજાબના કપૂરથલા ગામમાં થયેલી છે. એક પરિવારના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો અને હજી તો માતા અને બાળક હોસ્પિટલમાં જ હતા અને પતિ તેને જોવા ત્યારે જ પતિએ તેની પત્નીને હત્યા કરી નાખી. દિકરા પરથી માતાનો હાથ કાયમ માટે ગુમાવી દીધો. હજી તો બાળક સરખું સમજતું પણ ના હતું અને તેની માતાને જોઈ પણ ના હતી ત્યાં જ તેના પિતાએ તેની માતાની હત્યા કરી નાખી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. અને ત્યારબાદ તરત જ પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે તેને પૂછ્યું કે તેણે શા માટે તેની પત્નીની હત્યા કરી. તો પતિએ જણાવ્યું કે તેની પત્ની પર તેને શક હતો કે તેને કોઈ બીજા પુરુષ સાથે તેને સંબંધ છે. અને આ પુત્ર પણ કોઈ બીજા પુરુષનો છે.
એટલે આવી શંકાના કારણે તેની પત્નીની હત્યા કરી નાખી. હજી તો બાળક ચાર દિવસનો જ થયો હતો અને ત્યાં જ તેણે તેને માતાનો હાથ કાયમ માટે ગુમાવી દીધો હતો.