લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
પ્રકાશભાઈ સાવલીયા કેંસર પીડિત પરિવારને સહાય માટેની સોસિયલ મીડિયામાં અપીલ સફળ થઈ.
માનવતા મહેંકી, બીમાર વ્યક્તિના પરિવાર માટે 20 લાખ એકત્ર થયા. વરાછા વિસ્તારમાં એક પરિવારમાં કેંસરની બીમારીથી આવેલા આર્થિક સંકટના મેસેજ સોસિયલ મીડિયાના માધ્યમથી વાઇરલ થતાં માત્ર 48 કલાકમાં આ પરિવારને 20 લાખથી વધુ રકમની સહાય મળી છે.
પૂણાથી યોગી ચોક જતાં ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા સાવલિયા પરિવારના પ્રકાશભાઈ રાવજીભાઇને છેલ્લા 11 મહિનાથી કેંસર ની બીમારીમાં સપડાયા છે.
તેમની બીમારીમાં રિકવરી મુશ્કેલ છે. પરિવરમાં તેમણે માત્ર ત્રણ દીકરીઓ જ છે. પરિવારમાં તેમની બીમારીને કારણે આવક પણ બંધ થઈ ગઈ જતાં સોસાયટીમાં રહેતા મનસુખભાઇ કસોદરિયા, સુરેશભાઇ કથીરિયા અને મહેશભાઇ ભૂવાએ તેમના પરિવારને યથાશક્તિ મદદ કરવાનું વિચાર્યું હતું.
મનસુખભાઇએ જણાવ્યુ હતું કે અમે વારંવાર આદિવાસી વિસ્તારમાં અને આશ્રમોનમાં આર્થિક સેવા કરવા જતાં પરતું, ઘર આંગણે એક પરિવાર એટલો બધો પરેશાન થતો હોય તો પહેલી તેને મદદ કરવી જોઈએ.
આવું વિચારી અમે તેમના પરિવારણે મળ્યા હતા. આ સાથે જ એક વિચાર આવ્યો કે આપણે સોસયલ મીડિયાના ગ્રૂપમાં બીજા મિત્રોણે રિકવેસ્ટ કરવાનું વિચારી વોટસેપ અને ફેસબુકમાં મેસેજ વાઇરલ કરતાં અનેક દાતાઓએ બીડું ઝડપી લીધૂ.
સો રૂપિયાથી લઈને લાખ રૂપિયા સુધીની મદદ શહેર ઉપરાંત અન્ય શહેરો અને વિદેશમાંથી પણ સહાયનો ધોધ વહેવા લાગ્યો.
માત્ર 48 કલાકમાં જ 20 લાખથી વધુ રકમ એકત્ર થઈ જતાં દર્દીને તો બીમારીમાથી બચાવવા મુશ્કેલ છે પરતું તેમના પત્ની અને ત્રણ દીકરીઑ માટે આ સહાય મોટો આધાર બનશે.
મીત્રો પ્રકાશભાઈ રવજીભાઈ સાવલીયા (ગામ: કેશોદ) હાલ સુરત એ-૨૭૭, ભગવતીકૃપા સોસા, લક્ષ્મણનગર ની બાજુ મા વરાછા રોડ, સુરત રહે છે. હાલ તે ૧૧ મહિના થી કેન્સર ની બીમારી થી પીડાઇ રહ્યા છે તેમની પરિસ્થિતિ સાવ નબળી છે હાલ તે પતરાવાળી રૂમ માં રહે છે તેમને સંતાનમાં ત્રણ દીકરી ઓ જ છે. (૧) ત્રણ વષૅ ની (૨) સાત વષૅ ની (૩) અગીયાર વષૅ ની છે.
બિમાર પ્રકાશભાઈ ની ઉંમર ૩૮ વષૅ છે. તો ખાસ જણાવવા નુ કે તેમની દવા અને પરીવાર પાછળ ની જવાબદારી કોઈ લઈ શકે એવુ નથી.
તો મીત્રો આપણે એક-બે દિવસ માટે ખોટા ખર્ચા થતા હોય કે વ્યસન મા વાપરતા હશો તો આના માટે એક વિનંતી કરીએ છીએ કે જે કંઈ થોડીધણી આપણા થી થાય એટલી માનવતા ની ફરજ બજાવી ને તેમને સહાય રૂપ થઈએ અને જે સહાય કરવાની ઈચ્છા ધરાવતા હોય એ ડાયરેક્ટ તેમના બેન્ક એકાઉન્ટ મા જમા કરાવી શકશે.