સગાઇ તૂટી જતા અમદાવાદના ડોકટર પાર્થ પટેલે પોતાના હાથે ઇન્જેક્શન મારીને કરી આત્મહત્યા

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અમદાવાદના એક રેસિડન્ટ ડોક્ટરે પોતાના હાથે ઇન્જેક્શન મારીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. અમદાવાદમાં આવેલ શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવનાર રેસીડન્ટ અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતા ત્રીજા વર્ષમાં પાર્થ પટેલ નામના ડોક્ટર પોતાના હાથમાં ઇન્જેક્શન મારીને આપઘાત કરીને કર્યો હ.તો આ સમાચાર સાંભળીને સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

પાર્થ પટેલ નામના ડોક્ટરે વહેલી સવારે પોતાના હાથમાં ઈન્જેક્શન મારી ને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
સવારનો નાસ્તો કરવા માટે પાર્થ પટેલ આવ્યો ના હોવાને કારણે તેના બીજા રેસિડન્સ તેને તેની રૂમમાં નાસ્તો કરવા માટે બોલવા ગયા ત્યારે તેને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. પાર્થ પટેલને બેભાન અવસ્થામાં જોવા મળતા તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો અને ડોકટરે તેને મૃત જાહેર કર્યો.

ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પાર્થ પટેલ શારદાબેન હોસ્પિટલમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ બજાવતો હતો. કારણ તપાસ અંગે જાણવા મળ્યું હતું કે દોઢ મહિના પહેલા પાર્થ પટેલની નક્કી થયેલી સગાઇ તૂટી જવાને કારણે આ પગલું ભરી હોય તેઓ માનવામાં આવ્યું છે. સગાઈ તૂટવાને કારણે પાર્થ પટેલ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો અને તેના કારણે આ પગલું ભર્યું હોય તેવું માનવામાં આવે છે આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here