પતિ પોતાની પત્ની સાથે સંમતિ વિના સેક્સ કરે છે તો શું એ રેપ કે બળાત્કાર કહી શકાય,જાણો શુ કહે છે કાયદો..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ આવા અણબનાવ આપની નરે આવતા જ હશે અને આવા બનાવ બનવા એ હાલમાંલી વાત બની ગઈ છે અને એવો જ એક બનાવ વિશે અપને જણાવવાનો છું કે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજ દ્વારા જાહેરહિતની અરજી કરવામાં આવી છે અને આ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે જો પત્નીની સંમતિ વિના પતિ સેક્સ કરે છે તો તે યોગ્ય નથી અને તેને રેપના કાયદામાંથી મુક્તિ આપવાની જોગવાઇને ગેરબંધારણીય ઠેરવવી જોઇએ તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.

તેમજ બીજી વાત એવી પણ છે કે નિરમા યુનિવર્સિટીની લો ઇન્સ્ટિટ્યુટના વિદ્યાર્થી રમીત સિંઘે કરેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ.જે.શાસ્ત્રીની ખંડપીઠે આ સવાલ ઉઠાવ્યો હતો અને જેમાં એવો સવાલ ઉઠાવ્યો હતો કે આવા જ મુદ્દાની એક રિટ સુપ્રીમ કોર્ટ સમક્ષ થઇ છે અને ત્યારબાદ જણાવ્યું કે આ પ્રસ્તુત કેસ સુપ્રીમ કોર્ટમાં થયેલી કેસથી કઇ રીતે અલગ છે અને તે જણાવવા અંગે જ આ અરજદારને હાઇકોર્ટે એવું કહ્યું છે.

અને ત્યારબાદ આ કેસની વધુ સુનાવણી આજ રોજ મુકરર કરવામાં આવી હતી અને તેમજ આજે સુનવણી બાદ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પણ પાઠવી છે અને જે 23ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ પણ કર્યો છે તેવી જાણ કરવામાં આવી છે.ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે આ કેસમાં અરજદારે રેપ એટલે કે બળાત્કારના ગુના માટેની આઇપીસીની ધારા 375 એક્સેપ્શન 2ને ગેરબંધારણીય જાહેર કરવાની માગ કરી છે.

અને ત્યારબાદ તેની રજૂઆત એવી પણ છે કે જે કાયદાની આ જોગવાઇ મુજબ જો પુરુષ તેની પોતાની પુખ્ત વયની પત્ની સાથે તેની મરજી કે સંમતિ વિના સેક્સ કરે તો તે રેપ(બળાત્કાર) નથી અને મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે તેમજ આ અરજદારનું કહેવું એવું પણ છે કે અહીંયા આ આઇપીસીની રેપની ધારા મુજબ જો પતિ તેની પત્નીની સંમતિ વિના તેની સાથે સેક્સ કરે છે તો તે પણ તેને કોઇ પણ જાતની સજા કરવાની જોગવાઇ નથી.

તેને કોઈ ગુનો લાગતો નથી પણ જ્યારે કે આ જ કાયદામાં કોઇ સ્ત્રીની ઇચ્છા થાય જેમ કે સંમતિ વિના પુરુષ સેક્સ કરે તો તેને રેપ ગણવામાં આવે છે કારણ કે સ્ત્રીની સંમતિ વિના સેક્સ કરવું એ ગુનો છે એટલે કે આ કાયદાની જોગવાઇ જ વિરોધાભાસી છે તેવું કહેવામા આવ્યું છે અને એટલું જ નહીં પણ આ કાયદો દેશના બંધારણે દરેક નાગરિકને સમાનતા અને સન્માન પૂર્ણ જીવન જીવનના જે અધિકારો ક્રમશ કે આર્ટિકલ 14 અને 19 માં આપ્યા છે એનો પણ ભંગ કરે છે તેવું જાણવા મળ્યું છે.

ત્યારબાદ કહે છે કે કોઇ પણ કાયદામાં સમાનતા હોવી એ અત્યંત જરૂરી છે અને તેમજ આ યુવતી કે મહિલા પત્ની હોય તો પણ તેના શરીર પર તેનો અધિકાર છે માટે સ્ત્રીની સંમતિ વિના સેક્સ કરવું એ ગુનો છે અને શારીરિક સંબંધ બાંધવો કે નહીં તેનો નિર્ણય કરવાની સ્વતંત્રતા તેને બંધારણે આપી છે અને જો પતિ તેની સંમતિ વિના સેક્સ કરે છે તો એ બંધારણે તેને સન્માનપૂર્ણ જીવવાના હક ઉપર પણ તરાપ છે અને તેથી જ આ કાયદાની જોગવાઇને ગેરબંધારણીય ઠેરવી તેને રદબાતલ કરવી જોઇએ તેમ કહેવાય છે.

Previous articleકોવિડ-19: કોરોના ને લઈને સારા સમાચાર,પ્લાઝમા થેરાપી થી ત્રણ મૂળ ભારતીયો USમાં સાજા થઈ રહ્યા છે,જાણો વિગતવાર…
Next articleઆ રાશિઓ ની કુંડળી માં રાહુ કેતુ ની સારી સ્થિતિ,આ રાશિઓ માટે ખુશી ના સમાચાર,થશે આટલા મોટા લાભ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here