મહિલાઓની પેન્ટીમાં બ્લીચ જેવા સફેદ ડાઘનું કારણ, જાણો તેનાથી બચવાના ઉપાયો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મોટાભાગની મહિલાઓ પોતાના અંડર ગારમેન્ટ ખરીદતી વખતે ખૂબ જ ધ્યાન રાખતી હોય છે, તેનું મટીરીયલ અને કમ્ફર્ટેબલ ફીલ થાય તે માટે ખુબ જ ચકાસણી કરીને પછી જ ખરીદી કરતી હોય છે, પરંતુ બ્રાની તુલનામાં પેન્ટી માં ઓછું ધ્યાન આપતી હોય છે, એનું મુખ્ય કારણ કે તમે ગમે તેવી સુંદર પેન્ટી ખરીદો પરંતુ થોડા દિવસ પછી જ ક્રોસ એરિયા પર સફેદ અને નારંગી રંગના બ્લીચ જેવા પેચીસ લાગી જાય છે.

એકવાર પેચીસ પડી ગયા પછી ગમે તેટલી મહેનત કરી અને ગમે તતેમ સાફ કરવા છતાં પણ નીકળવાનું નામ લેતા નથી. મોટાભાગે ડાર્ક કલરની પેન્ટી પર વધારે દેખાય છે, પરંતુ શું તમે જાણો છો કે બ્લીચ જેવા પેચીસ કયા કારણથી પડે છે તો ચાલો આજે આપણે જાણીએ તેના વિશે.

એક રિપોર્ટ પ્રમાણે નેચરલ ડિસ્ચાર્જ સામાન્ય રીતે એસિડીક હોય છે અને તે કપડાના સંપર્કમાં આવતાં જ બ્લીચ જેવું કામ કરે છે જેના કારણે સફેદ ડાઘ પડી જાય છે. અંડરવેર ના ક્રોસ એરિયા પર સફેદ ડાઘ પડવા નું મુખ્ય કારણ છે યોની ડિસ્ચાર્જ કારણ કે તે ખાસ કરીને 3.5 થી 7 ની વચ્ચે રહેલો હોય છે અને તે જયારે કપડા ના સંપર્ક માં આવે તો સફેદ થઇ જાય અને ધોવાથી તે નારંગી રંગનું થઈ જાય છે.

વર્જૈના માં લેકટોબેસિક નામનું એક તત્વ રહેલું હોય છે જે ખરાબ બેક્ટેરિયા સંક્રમણથી યોની ને હેલ્ધી રાખવા નું કામ કરતું હોય છે જ્યારે એસિડ ડિસ્ચાર્જ હવાના સંપર્કમાં આવે છે ત્યારે ઓક્સીકરણના કારણે સફેદ અથવા નારંગી રંગના ધબ્બા પડી જાય છે યોની ને સફાઇનું આ એક ક્લીનીંગ પ્રક્રિયા છે.

આ ડિસ્ચાર્જ ઓવ્યુંલેશન અને પ્રેગ્નન્સી દરમિયાન વધી જાય છે, તેનું મુખ્ય કારણ હોર્મોન અને માસિક હોય છે.
સફેદ ડાઘ ને રોકવા માટે પેન્ટી લાઈનરનો ઉપયોગ શકો છો એટલે પેન્ટી લાઈનર આવવાથી પેન્ટી પર ડાઘ પડતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here