નાભી કે પેસોટી ખસી ગઈ હોય તો ઘરે જ ચેક કરો, સરખી કરવા અપનાવો 5 મિનીટનો આ ઈલાજ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

નાભિને આપણા શરીરનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. આપણા શરીરની દરેક નસો દ્વારા નાભી માંથી નીકળે છે ઘણી વખત અચાનક ઝાટકો લાવવાથી કે વધારે વજન ઉપાડવાથી અથવા તો દાદર ચડવાથી ઉતરવાથી નાભિ કે પેસોટી ખસી જાય છે જેને પેચોટી કે અંબોઈ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને અમબોઈ તરીકે ઓળખે છે. જો નાભી ખસી ગઈ હોય તો પેટમાં દુખાવો થાય, કબજીયાત અથવા ઝાડા થાય, પગમાં ધ્રુજારી આવે, ગેસ, અપચો  થવાના લક્ષણો જોવા મળે છે.

મોટાભાગે પુરુષોમાં નાભી જમણી બાજુ અને સ્ત્રીઓમાં ડાબી બાજુ ખસે છે. આપણા શરીરની દરેક નાડીઓનું ઉદગમ સ્થાન નાભી છે. જો પેચોટી ખસી ગઈ છે કે નહિ તે જાણવા માટે સૌપ્રથમ આપણને કઈ રીતે ખબર પડે કે પેસોટી ખસી ગઈ છે કે નહીં તે જાણવા માટે સૌપ્રથમ એક દોરો લઈ તેને એક નીપલથી નાભી સુધીનું માપ કરો ત્યારબાદ બીજી બાજુની નીપલથી નાભિ સુધી માપ કરો છો બંનેનું માપ સરખુ હોય તો તેની જગ્યાએ છે અને જો બન્ને નું માપ અલગ આવે તો નાભી ખસી ગઈ છે તેમ માનવામાં આવે છે.

આ ઉપરાંત તમે પેસોટી ખસી ગઈ છે કે નહિ તે પગની મદદથી પણ જાણી શકો છો. સૌપ્રથમ બંને પગને ૧૦ ડિગ્રી એંગલ પર રાખી અને બંને પગની લંબાઈનું માપ લો. જો એક પગ નાનો અને એક પગ મોટો હોય તો નાભી ખસી ગઈ છે તેવું કહેવામાં આવે છે અને જો બન્ને પગ સરખા હોય તો નાભી તેની જગ્યા પર જ છે તેવું માનવામાં આવે છે.

નાભી ખસી ગઈ હોય તો પોતાની જગ્યાએ લાવવા માટે આંબળાના પાવડરમાં થોડો આદુનો રસ મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવો, ત્યારબાદ નાભિની આજુબાજુ આ પેસ્ટને લગાવો, તેને બે કલાક સુધી એમજ રહેવા દો.એટલે આપમેળે નાભી પોતાની જગ્યાએ આવી જાય છે.

આ ઉપરાંત ૧૦ ગ્રામ વરીયાળીનો પાવડરમાં 50 ગ્રામ ગોળ મિક્ષ કરીને રોજ ખાલી પેટે બે દિવસ સુધી સેવન કરવાથી પોતાની જગ્યાએ આવી જાય છે. પેચોટી ખસી જવાની સમસ્યા કોઈ પણ લોકોને થઈ શકે છે જે મોટાભાગે મહિલાઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત તમે નાભિને પોતાની જગ્યાએ લાવવા માટે સરસવના તેલ ખૂબ જ મદદરૂપ થાય છે. તે માટે બેથી ત્રણ ટીપાં જેટલા નાભીમાં નાખવાથી ધીમે ધીમે પોતાની જગ્યાએ આવી જાય છે.

આ સિવાય જો તમારે કોઈ પણ પ્રકારનો મસાજ ન કરવો હોય તો તે માટે તમે આ સૌથી આસાન પ્રયોગ પણ કરી શકો છો, તે માટે નાભી પર દીવો મુકવા દિવેટ પર ઘી ચોપડીને દીવો મુકો, ત્યારબાદ એક લોટો લઈને તેનું મોઢું નીચેની તરફ રહે તે થોડું અધ્ધર પકડી રાખો, દિવેટમાંથી નીકળતો વાયુ લોટામાં ભરાઈ જાય છે ત્યારબાદ લોટાને દબાણથી પેટ પર મૂકો. આમ કરવાથી દીવો ઓલવાઈ જાય છે અને વાયુ ઠંડો પડવાથી લોટો પેટ સાથે ચોંટી જાય છે અને તરત જ પેટમાં દુખાવો ઓછો થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here