પેટ્રોલ પંપ પર આ વસ્તુ સાવ મફત મળે છે, હવે જાઓ એટલે લેવાનું ભૂલતા નહિ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધતા જાય છે. હવે આમ આદમીને પેટ્રોલ પુરાવવું ખૂબ જ મોંઘુ પડતું જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે સાથે હવે તો સીએનજીના ભાવમાં આકાશને આંબવા લાગે છે, હવે પેટ્રોલ પંપ પર જઈએ તો ખીસુ ભરેલું રાખીને જવું પડે છે. જ્યારે આપણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે જઈએ છીએ ત્યારે ઘણી બધી સુવિધાઓનો ગ્રાહકો માટે આપવામાં આવેલી હોય છે જે સાવ મફત હોય છે.

ઘણી વખત આપણે આ સુવિધાઓ વિશે ન જાણતા હોવાને કારણે આપણે સુવિધાઓનો ઉપયોગ કરી શકતા નથી. ઘણી એવી સુવિધા હોય છે કે જેના પૈસા પણ આપણે ચૂકવવા પડતા નથી. જો આ સુવિધાનો અભાવ હોય તો તમે પેટ્રોલ પંપ પર જઈને તેની માગણી પણ કરી શકો છો. અને જો તે આ સુવિધા આપવાની ના પાડે તો તમે ફરિયાદ પણ કરી શકો છો. તો ચાલો આજે આપણે જાણીએ કે કઈ એવી સુવિધા છે કે જે સાવ મફત પેટ્રોલ પંપ પર મળે છે.

પીવાનું શુદ્ધ પાણી : પેટ્રોલ પંપ પર ફરજિયાત પીવાનું પાણી હોય છે. RO હોય છે અથવા તો ફિલ્ટર રાખવામાં આવે છે. આ પાણી એકદમ મફત હોય છે કોઈ પણ ગ્રાહક ત્યાં આવીને પાણીની માંગ કરી શકે છે અને તેના બદલામાં તેણે કોઈપણ પૈસા ચૂકવવાના હોતા નથી.

ટાયર માં હવા : મોટા ભાગના પેટ્રોલપંપો જોયું હોય છે કે હવા ભરવાનું મશીન લગાવેલું હોય છે અને તે માટે એક માણસ પણ રાખવામાં આવ્યો હોય છે. પણ જો તમારે વાહનમાં હવા પુરાવવી હોય તો તમે કોઇપણ ચાર્જ આપ્યા વગર તમે હવા ચેક કરાવી શકો છો અને જો કોઈ પૈસા માંગે તો તમે તેને ફરિયાદ ઓઈલ કંપનીમાં કરી શકો છો.

ફોનની સુવિધા : કોઈ ઈમરજન્સી ફોનની જરૂર પડે તો તમે પેટ્રોલ પમ્પ આ સુવિધા લઈ શકો છો. ઘણી વખત એકસીડન્ટ કે કોઈ ઈમરજન્સી આવી પડી હોય તો તમે પેટ્રોલ પંપના ફોન પરથી પરિવારજનોને ફોન કોલ કરી શકો છો.

ક્વોલિટી ટેસ્ટ : જો તમને પેટ્રોલ કે ડીઝલની ગુણવત્તા પર શંકા જતી હોય તો તમે પેટ્રોલ પંપ પર ફિલ્ટર પેપર ટેસ્ટની માંગ કરી શકો છો. અને તેના બદલામાં તમારે કોઈ પણ પૈસા ચૂકવવાના રહેતા નથી. પેટ્રોલની ક્વાલીટી ચેક કરવાનો અધિકાર દરેક લોકોને મળેલો હોય છે. આ ઉપરાંત પેટ્રોલ પંપ પર અગ્નિશામક ઉપકરણ પણ હોવા જરૂરી હોય છે.

ફસ્ટ એડ કીટ : જો કોઈ અકસ્માત કે કોઈ ઘટના બની હોય તો એમ્બ્યુલન્સ આવે તે પહેલા ફર્સ્ટ એડ કીટ પણ રાખવામાં આવે છે. તેમાં સામાન્ય દવાઓ રાખવામાં આવે છે અને તમે તેની માંગ કરી શકો છો.

શૌચાલય : શૌચાલયની સુવિધા માટે કોઈ ચાર્જ લેવામાં આવતો હોય તો તમે તે માલિકને ફરિયાદ કરી શકો છો, અને સાફ સફાઇ થયેલી ન હોય તો પણ તમે તેની ફરિયાદ નોંધાવી શકો છો.

Previous articleસુરતની હીરા કંપનીએ તેના બે કર્મચારીને ટાટા EV ગાડી ભેટમાં આપી
Next articleસોનમ કપૂરે અને આનંદ અહુજાના ઘરે આવવાનું છે નાનું મહેમાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here