પેહલી વાર ઘરે બનવો પાઈનેપલ જલેબી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

પેહલી વાર ઘરે બનવો પાઈનેપલ જલેબી

ઘરેબેઠા બનવો બજાર જેવી વાનગી અમે આવી વાનગી સાથે આવ્યા છે અને તમને અમારી વાનગી ગમે તો શેયર કરો તમારા મિત્રો જોડે.

સામગ્રી

  • 1 પાઈનેપલ ( 7 થી 8 રિંગો )
  • 1 કપ મેંદો
  • 1 ટી સ્પૂન દહીં
  • ચપટી સાજીનો ફૂલ ( સોડા બાયકાર્બ )
  • 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ
  • ઘી – તેલ પ્રમાણસર
  • 1.25 ગ્રામ કપ ખાંડ
  • 1 ટી સ્પૂન દૂધ
  • કેસર – ઈલાયચીનો ભૂકો
  • બદામ – પિસ્તાની કાતરી
  • ગુલાબની પાંદડી

રીત

1.  પાઈનેપલ ગોળ રિંગોને અડધી કાપી, વચ્ચે ભાગ કાઢી નાખવો.

2. મેંદામાં દહીં નાખી, પાણી, ખીરું 24 કલાક પેહલા પલાળવું.

3. જલેબી બનાવતી વખતે ખીરામાં સાજીનાં ફૂલ અને ચણાંના લોટ નાખી હલાવવું. ખીરું જાડું રાખવું. પાતળું થયું હોય તો થોડોક ચણાનો લોટ નાખી શકાય.

4. ઘી – તેલ મિક્સ કરીને એક વાસણમાં ગરમ કરવા મૂકવું. પાઈનેપલના ટુકડા ખીરામાં બોળી તળવા . કડક તળવા.

5. ખાંડમાં તે ડૂબે એટલું પાણી નાખીને ઉકાળવું. દૂધ નાખી મેલ કાઢવો. 1.25 તારની ચાસણી કરવી. કેસર -ઈલાયચીનો ભૂકો નાખી, તેમાં પાઈનેપલના ટુકડા નાખવા. 10 મિનિટ રાખી બહાર કાઢવા .

6. તેની ઉપર બદામ – પિસ્તાની કાતરી, ઈલાયચીનો ભૂકો, ગુલાબની પાંદડી નાખી સર્વ કરવું.

નોંધ

પાઈનેપલની જલેબી પહેલેથી તળીને રાખી શકાય. જયારે સર્વ કરવી હોય ત્યારે ગરમ ચાસણીમાં નાખી ગરમ ગરમ સર્વ કરવી.

વેંરીઈએશન

? આ રીતે જ સફરજનની જલેબી પણ થઇ શકે.

? ઈંનસ્ટંન્ટ ખીરૂ કરવું હોય તો 1 કપ મેંદો, 2 ટી સ્પૂન ચણાનો લોટ 1/2 કપ તાજુ દહી 1/2 કપ પાણી અને ચપટી સાજીનાં ફુલ નાખી, બરાબર હલાવી, જલેબી કરવી.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

Copyrights for this article are held by the author and no content should be copied. without the written permission of the author or this site..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here