પિતૃઓની તસ્વીર ક્યારેય આ દિશામાં જ રાખવી જોઈએ નહિ, નહિ તો…….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આપણા દરેક ના ઘરમાં આપણાં પિતૃઓને તસવીર આપણે રાખતા હોઈએ છીએ. અને તેના આશીર્વાદ મેળવવા માટે તેને પૂજા કરતા હોઈએ છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા પૂર્વજોની તસવીર યોગ્ય ખૂણામાં અને દિશામાં લગાવવી જોઈએ. કારણ કે જો વાસ્તુ શાસ્ત્ર મુજબ પિતૃની તસ્વીર યોગ્ય દિશામાં નહીં લગાવી હોય તો નુકસાન પણ થઈ શકે છે.

જો તસ્વીર યોગ્ય દિશામાં હોય તો ખૂબ જ લાભ થઈ શકે છે આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે પિતૃઓને માન સન્માન મળવું જોઈએ અને જો સાચી દિશામાં નહીં હોય તો ગંભીર નુકસાન પણ ભોગવવું પડે છે. આપણે શ્રાધ પક્ષમાં આપણા પિતૃઓની વિશેષ પૂજા કરતા હોઈએ છીએ.

સૌપ્રથમ તો પિતૃઓની તસ્વીર ક્યારેય મંદિરમાં લગાવવી જોઈએ નહીં. પૂજાઘરમાં પિતૃની તસ્વીર લગાવવાથી નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત જો તમારા ઘરનું મંદિર પૂર્વ દિશામાં હોય તો પૂર્વજોની તસવીર ઇશાન ખૂણામાં રાખવી જોઈએ અને જો ઇશાન ખૂણામાં મંદિર હોય તો પૂર્વ દિશામાં પૂર્વજોની તસવીર રાખવી જોઈએ.

ઉત્તર દિશા તરફ પિતૃની તસવીર રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ઘરના મધ્યભાગમાં તસવીર ન રાખવી જોઈએ અને આ ઉપરાંત દરવાજાની ઉપર ની દિવાલ પર એટલે કે ઉંબરાની ઉપરની દીવાલ પણ તસવીરના લગાવવી જોઇએ. કારણ કે ત્યાંથી વારંવાર આવવા-જવાનું થવાથી પિતૃનું અપમાન થાય છે. ઘણી વખત પિતૃની તસવીરની સાથે જીવિત વ્યક્તિની તસવીર પણ લગાવવામાં આવે છે પરંતુ આવું ક્યારેય ન કરવો જોઈએ. આમ કરવાથી જીવિત વ્યક્તિ જીવનમાં અનેક સમસ્યાઓ પેદા થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here