લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસ ખૂબ જ પ્રમાણમાં પ્રસરી રહ્યો છે અને આવા સમયમાં સરકારે લોકડાઉન પણ કર્યું છે અને આવા સમયમાં બહાર નીકળવું એ ગુનો થઈ ગયું છે કારણે આખા દેશમાં લોકડાઉન થઇ ચુક્યું છે અને એમાં ગરીબ લોકોને ઘણી પરેશાનીઓ માંથી પસાર થવું પડે છે અને આ દેશના પીએમ મોદીએ સંપૂર્ણ ભારત દેશને લોકડાઉન જાહેર કર્યું અને સાથે સાથે જ ગરીબોને રાહત થાય એ માટે ઘણી યોજનાઓ પણ બહાર પાડી છે જેનાથી લોકો ઘરમાં જ રહે અને પૈસા ન હોય તો આ રીતે જીવન જરૂરિયાત વસ્તુઓ પુરી પાડશે.તેમજ એમાંથી એક પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા લાભાર્થીઓ ને મફતમાં ગેસ સિલિન્ડર આપવા માટે પણ જાહેરાત કરી રહ્યા છે અને ગરીબોને મદદરૂપ થઇ રહ્યા છે અને આ યોજના માટે ૩ મહિના મફત ગેસ સિલીન્ડર કરવાની ઘોષણા કરવામાં આવી છે.આ માટે જ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ કઈ વ્યક્તિને આ યોજના નો લાભ મળી શકે છે અને કેવી રીતે આ લાભ લઇ શકાશે અને આ લાભ કેવા લોકોને મળશે તો ચાલો આપણે જાણી લઈએ સરકારની આ યોજના વિશે.ત્યારબાદ જણાવ્યું છે કે આ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરિબ કલ્યાણ યોજના અંતર્ગત આવનારા દરેક લાભાર્થીઓ માટે એક મોટી ઘોષણા કરી છે તેવું જાણવા મળ્યું છે.
જ્યારે મોદી સરકારે એ જાહેર કર્યું છે કે ઉજ્જવલા યોજના ના લાભાર્થીઓ ને 3 મહિના સુધી ગેસ સિલિન્ડર માટે કોઈ પણ કીમત નહિ ચૂકવવી પડે અને આ 3 મહિના દરમિયાન ફ્રીમાં ગેસ સિલેન્ડર આપવામાં આવશે.તેની સાથે જ કહેવામાં આવ્યું છે કે એપ્રિલ મહિનાથી જુન મહિના સુધી આ યોજના ચાલુ રાખવામાં આવશે અને ત્યારબાદ આ આધિકારિક અનુસાર એવું પણ બતાવવામાં આવે છે કે અત્યાર સુધી તેલ કંપનીઓ દ્વારા પણ આ ઉજ્જવલા યોજનાના અંતર્ગત લગભગ 7.15 કરોડ લાભાર્થીઓ ના ખાતા માં 5606 કરોડ રૂપિયા જમા કરવામાં આવી ચુક્યા છે.
ત્યારબાદ આ કંપનીઓ નું કહેવું પણ એવું છે કે ઉજ્જવલા યોજનાની અંદર આવનારા દરેક લાભાર્થીઓના ખાતામાં એના પેકેજ અનુસાર 14.2 કિલોગ્રામ અથવા પછી 5 કિલોગ્રામ સિલીન્ડર ની કીમત અનુસાર એડવાન્સ પૈસા જમા કરાવવામાં આવી રહ્યા છે એવું પણ જાણવા મળ્યું છે અને આવી રીતે જીવન જરૂરિયાત વસ્તુઓ પુરી પાડવામાં આવશે અને આ પૈસાને ગ્રાહક સીલીન્ડર રીફીલ કરાવી શકે છે તેવું પણ જણાવ્યું છે.ત્યારબાદ જે પણ વ્યક્તિનું નામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ના લાભાર્થીના સૂચિ માં હોય તો એમણે પણ આ લાભ મળી શકે છે.
આ લાભ મેળવવા માટે એક લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે અને જેમાં ફોર્મ પણ ભરવામાં આવશે અને આ લાભાર્થી માટે કામ પણ શરૂ કરવામાં આવ્યું છે તેમજ અનેક ઘણા લોકોના ખાતા માં પૈસા આવવાનું પણ શરૂ થઈ ગયું છે તેવી જાણ થઈ છે અને આ સરકાર ની આ સુવિધાનો લાભ ફક્ત એવા જ લોકોને મળશે જે આ સ્કીમમાં રજિસ્ટર્ડ છે તેવું જણાવ્યું છે અને આ સરકારની આ સ્કીમ નો લાભ માત્ર એ જ લોકોને મળવાનો છે કે જેમણે પહેલાથી જ પોતાને આ યોજના દ્વારા રજિસ્ટર્ડ કરાવેલા હતા અને આ ખાતામાં આવેલી રકમનો ઉપયોગ સિલિન્ડર લઈને આવનાર વ્યક્તિને દેવામાં આવશે તેવું કહેવામાં આવું છે અને આ સમાચાર પીએમ મોદી સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે.
તેમજ અહીંયા જોવામાં આ સરકારના નિર્દેશ અનુસાર જ સરકારી તેલ કંપનીઓ ઉજ્જવલા યોજનાને આગળ વધારવા માટે પૂરી કોશિશ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આ લોકડાઉનના કારણે ઘણી મુસીબતો ઉત્પન્ન થઇ રહી છે અને આવા સમયમાં લોકડાઉનના કારણે પેટ્રોલ અને ડીજલની પણ સતત માંગ ઓછી થતી જોવા મળી રહી છે અને જેના કારણે ખુબ જ ચિંતાનો વિષય બની ચુક્યો છે અને જેના કારણે ઉર્જા ની માંગ સતત ઓછી થતી રહી છે અને આ કેન્દ્ર સરકાર માટે આ બધું ખુબ જ ચિંતાજનક હોય એ વાત સાબિત થઇ રહી છે.