પ્રાઇવેટ હોસ્પિટલ માં 74 વર્ષ ના વૃદ્ધ નું થયું મોત, તો પ્રાઈવેટ હોસ્પિટલે એટલો બધો ચાર્જ લીધો કે…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર થઈ રહ્યા છીએ.કોરોના લગભગ દરેક દેશોમાં ફેલાઈ ગયો છે અને આ વાયરસ એટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે કે તેમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.

વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે. કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે, જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય તે માટે તેમને અનાજ, શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.

કોરોનાના દર્દીઓથી સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે, અને પ્રાઈવેટ હોસ્પિટલો તેના માટે કલ્પના ના કરી શકાય તેટલા ચાર્જ વસૂલી રહી છે. તેવામાં મધ્યમ વર્ગની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. મુંબઈમાં સામે આવેલી એક ઘટનામાં એક વ્યક્તિને કોરોનામાં ના માત્ર પોતાના 74 વર્ષીય પિતાને ગુમાવવા પડ્યા.

પરંતુ પ્રાઈવેટ હોસ્પિટલનું 16 લાખ રુપિયાનું તગડું બિલ પણ ચૂકવવું પડ્યું.સાંતાક્રુઝમાં રહેતા એક વ્યક્તિના પિતાને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા, અને તેમની 15 દિવસ સુધી ટ્રીટમેન્ટ ચાલી હતી. જોકે, શરીરના એક પછી એક અંગોએ કામ કરવાનુ બંધ કરી દેતા 74 વર્ષીય વૃદ્ધનું અવસાન થયું હતું. બીજી તરફ, હોસ્પિટલના ડિરેક્ટર મનપ્રિત સોહલે વધારે પડતો ચાર્જ લેવાયો હોવાના આક્ષેપને નકારતા જણાવ્યું હતું કે, દર્દીને ગંભીર હાલતમાં લવાયા હતા, અને તેમને બેસ્ટ ટ્રીટમેન્ટ આપવા છતાં તેઓનું મોત થયું હતું.

મહારાષ્ટ્ર સરકારે ગયા સપ્તાહે વીમો ના હોય તેવા લોકોને કોરોના તેમજ અન્ય રોગોની સારવાર માટેના ચાર્જ પ્રાઈવેટ હોસ્પિટલ માટે નક્કી કરેલા છે. છતાંય ઘણા પરિવારો પ્રાઈવેટ હોસ્પિટલો કમરતોડ ચાર્જ વસૂલતી હોવાના આક્ષેપો કરી રહ્યા છે.

નાણાવટી હોસ્પિટલની ઘટનામાં મૃતકના દીકરાનો આક્ષેપ છે કે, હોસ્પિટલે જે બિલ આપ્યું તેમાં 8.6 લાખ રુપિયા ચાર્જ દવાઓ અને બીજી વસ્તુઓનો લગાવાયો છે. જ્યારે 2.8 લાખ રુપિયા કોવિડ ચાર્જ લેવાયો છે. તેમનો આક્ષેપ છે કે સરકારે ભલે ચાર્જ નક્કી કર્યા હોય.

પરંતુ લાગે છે કે હોસ્પિટલો તેને નથી ગણકારી રહી.મૃતક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેમના પરિવારજનો ઘરે જ ક્વોરન્ટિનમાં હતા. તેમને એડમિટ કરાયા ત્યારે 60,000 રુપિયા જમા કરાવાયા હતા. જોકે, બીજા દિવસે હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને જણાવાયું હતું કે દર્દીની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર મૂકવા પડશે તેમજ ડાયાલિસિસ કરવું પડશે.

દર્દીના દીકરાએ એવો પણ દાવો કર્યો હતો કે, તેમના બ્લડ ટેસ્ટ થોડા દિવસ પહેલા જ કરાયા હતા, જેમાં તેમની કિડની સ્વસ્થ જણાઈ હતી. તેમ છતાંય તેમનું ડાયાલિસિસ કરવું પડશે તેમ કહી હોસ્પિટલ બિલ વધારતી રહી હતી. તેમણે થોડા દિવસ બાદ 3.4 લાખ રુપિયા ભર્યા હતા.

છતાંય એક દિવસ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે જો તેમણે રુપિયા ના ભર્યા તો દર્દીની ટ્રીટમેન્ટ બંધ કરી દેવાશે.બીજી તરફ, હોસ્પિટલનું કહેવું છે કે દર્દીની હાર્ટસર્જરી થયેલી હતી અને તેમને દાખલ કરાયા ત્યારબાદ તેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દેતાં તેમને વેન્ટિલેટર પર મૂકાયા હતા આવી સ્થિતિમાં કોઈપણ દર્દીની સારવારનો ચાર્જ રોજનો એક લાખ રુપિયાથી વધારે થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here