પુત્રની વહુ ઉપર જ ખરાબ નજર રાખતા હતા સસરા, પછી દીકરાએ બાપને જીવતો મોતને ઘાટ ઉતારી દીધો અને પછી…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણી વખત આ દુનિયામાં એવી ઘટનાઓ બનતી હોય છે, જેના વિશે સાંભળ્યા પછી કાળજું કંપી ઊઠે છે. જેમાંથી કેટલીક ઘટનાઓ તો એવી હોય છે, જેના વિશે જાણ્યા પછી આપણે વિશ્વાસ કરી શકતા નથી. આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે. જેમાં એક પુત્રએ પોતાના પિતાની પત્ની પર ખરાબ નજર રાખવાને કારણે ભારે સજા કરી છે.

જાણકારી અનુસાર મધ્યપ્રદેશના જબલપુરમાં એક પરણિત દીકરાએ તેના પિતાને પોતાની પત્ની સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધા હતા. જેના પછી દીકરાએ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

 

આ વિચિત્ર મામલો બરગી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં પોલીસને ગોરખપુર જંગલો માંથી અડધું સળગેલું શબ્દ મળી આવ્યું હતું. જેના પછી પોલીસને શંકા થઈ હતી કે આ વ્યકિતની ઓળખ છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેના બાદ પોલીસે એક ટીમ બનાવી હતી અને શોધખોળ ચાલુ કરી હતી.

ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ શબ સીવની જિલ્લાના બરોદા માલ ગામના રહેવાસી 52 વર્ષીય શૈલ પટેલનું છે. જેમના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જેના પછી પોલીસ તંત્ર તાત્કાલિક પરિવારજનો જોડે પહોંચી અને પુછપરછ કરી હતી.

 

મૃત વ્યક્તિની પત્ની રમાબાઈએ જણાવ્યું હતું કે શૈલ પટેલને મનોજ અને આયુષ નામના બે લોકો ગાડી પર બેસાડીને લઈ ગયા હતા, ત્યારબાદ તેઓ પાછા આવ્યા નથી. જેના પછી પોલીસે આ બંને યુવકોની શોધ ખોળ શરુ કરી હતી.

 

ત્યારબાદ તેમને જ્યારે કસ્ટડીમાં લેવામાં આવ્યા ત્યારે આખી ઘટના સામે આવી હતી. આ યુવકોએ કહ્યું કે શૈલ પટેલના પુત્રએ જ અમને તેમનું મોત કરવા માટે 50 હજાર આપવામાં આવ્યા હતા. જેમાંથી 15 હજાર તો મોત કર્યાના પહેલા આપ્યા હતા.

 

આરોપીએ કહ્યું કે અમે તેમને ગાડી પર બેસાડીને થોડેક દૂર લઈ ગયા હતા અને ત્યાંથી તેઓને કારમાં બેસાડીને ગળું દબાવીને હત્યા કરી હતી. જેના પછી કોઈને ખબર ના પડે એટલે શબને અમે જંગલમાં લઈ ગયા હતા. આ ઘટનાની સચ્ચાઈ સામે આવ્યા બાદ પોલીસે આરોપી પુત્ર અને બંને યુવકોની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here